મહેસાણા અને અમદાવાદ હાઇવેની વચ્ચે રાજપુર ગામ થી આગળ આવેલ ચડાસણા ગામના પાટિયા પાસે આજ રોજ સવાર ના સમયે હાઇવેની સાઈડમાં મૃત હાલતમાં દીપડો મળી આવતા આસપાસના લોકો ચોકી ઉઠયા હતા. આજુ બાજુ ના ગામડાઓના લોકો જોવા માટે ટોળે ટોળા જોવા મળી રહ્યા હતા. હદમાં આવતા ફોરેસ્ટ વિભાગ કડી વાઈલ્ડ લાઈફ અને તંત્ર ને જાણ કરતા તંત્ર તપાસ માટે દોડતું જોવા મળી રહ્યું હતું.
કડીના રાજપુર ગામની નજીક આવેલ ચડાસણાના પાટિયા પાસે વહેલી સવારે ટોલ ટેકસની રૂટ પેટ્રોલીંગની ગાડી પસાર થતી હતી તે દરમ્યાન હાઇવે રોડની સાઈડમાં મૃત હાલતમાં દીપડો મળી આવ્યો હતો. આ બાબતની ફોરેસ્ટ ટીમને જાણ થતા ફોરેસ્ટ ખાતાની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ ઘટનાની તપાસનો દોર કરતા ફોરેસ્ટના અધિકારીને પાસે થી પ્રાથમિક માહીતી મળતા દિપડાનું મોત અક્સ્માતથી થયું હોય તેમ લાગી રહ્યું છે. રોડ પર લોહીના નિશાન મળી આવ્યા હતા અને દિપડાના દાંત અને તેના પગમાં આવેલ નખ પણ સહી સલામત જોવા મળી રહ્યા હતા.
રાજપુર નજીક હાઇવે પર આ પ્રકારે દિપડો વિસ્તારમાં ક્યાંથી આવ્યો અને તેની સમગ્ર તપાસ હાલ આસપાસના સી.સી.ટી.વી. કેમેરાનાની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લાની અંદર 15 વર્ષમાં પ્રથમ ઘટના છે, જ્યાં દીપડો મૃત હાલતમાં મળી આવ્યો છે.
નંદાસણ પથંકમાં દિપડો એકાએક આવ્યો ક્યાંથી મૃત દિપડાની ઉંમર અંદાજે બે વર્ષની જાણવા મળી રહી છે. હાલમાં ક્યાં વિસ્તારમાં ફરી રહ્યા છે અને જો રાત્રિ દરમ્યાન દીપડો આ પ્રકારે ખુલ્લેઆમ ફરી રહ્યો છે તો આસપાસ ના ગામડાઓની અંદર અન્ય દિપડા છે કે નહિ તે પણ હવે એક તપાસનો વિષય બની ચૂક્યો છે. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્ધારા હાલમાં ત્રણ ટીમ કડી તાલુકાના અને નંદાસણના આજુબાજુના ગામડાઓ તથા ચેક કર્યા અને ખેતરોમાં 3 અલગ અલગ ટીમો બનાવીને તપાસ ચાલી રહ્યા છે. આજુબાજુના સી.સી.ટી.વી. કેમેરા ની તપાસ ચાલુ છે.