અરવલ્લી જિલ્લા માં મુખ્ય મથક મોડાસા ખાતે કોચિંગ કલાસીસ એસોસિએશને NOC માટે નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું, ઝડપથી #NOC મળે તો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય પુનઃ શરૂ કરાય. સુરતમાં બનેલી દુર્ઘટના બાદ મોડાસા નગરપાલિકા દ્વારા મોડાસામાં ચાલતા ક્લાસીસોને NOC ન હોવાને કારણે નોટીસો આપી હતી. અને જ્યાં સુધી NOC ન મળે ત્યાં સુધી  ક્લાસીસ બંધ રાખવા માટે સૂચનાઓ કરવામાં આવી હતી. ત્યારે અરવલ્લી જિલ્લા કોચીંગ ક્લાસીસ એસોશીયેશન દ્વારા મોડાસા નગરપાલિકામાં ઝડપથી NOC આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મોડાસા નગરપાલિકા દ્વારા કરાયેલી તપાસમાં NOC મેળવેલ નથી તેઓને નોટીસો આપી જ્યાં સુધી NOC આપવામાં ન આવે ત્યાં સુધી ક્લાસીસ બંધ રાખવા સૂચનાઓ કરી હતી. જેના પગલે અરવલ્લી જિલ્લા કોચીંગ ક્લાસીસ એસોશીયેશન દ્વારા  મોડાસા નગરપાલિકાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવાયું હતું કે સુરતમાં બનેલી દુર્ઘટનાથી અમો દુઃખની લાગણી અનુભવીએ છીએ અને  એસોશીયેશનની મળેલી મીટીંગમાં નગરપાલિકા દ્વારા કરાતી સુરક્ષા અંગેની કાર્યવાહીમાં ક્લાસીસ સંચાલકો દ્વારા  સહકાર આપવા માટે હાલ પુરતું શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે. તેમજ ફાયર સેફ્ટીના સાધનો વસાવવાની પણ કામગીરી હાથ ધરી દેવામાં આવી છે.  ક્લાસીસ બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર ગંભીર અસર થઈ રહી છે. જેથી શૈક્ષણિક કાર્ય જલદીથી શરૂ થાય તે માટે સત્વરે NOC આપવા માટે આવેદનપત્ર અપાયું હતું

Contribute Your Support by Sharing this News: