ગરવી તાકાત મહેસાણા : મહેસાણા માર્કેટયાર્ડની પાછળ બ્રહ્માણી માતા મંદિર રોડ પર નગરપાલિકાની વર્ષોજૂની પડી રહેલ ઓરડીની જર્જરિત જગ્યાએ નવીન બાંધકામ કરીને ત્યાં બ્રહ્માણી પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવી છે. ગુરુવારે સાંજે જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિહ ગોહિલ ના હસ્તે નવીન પોલીસ ચોકી નું લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલ, ઉપપ્રમુખ કાનજી દેસાઈ ,વિસ્તારના કોર્પોરેટર સંજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ રોડ પર 30થી વધુ સોસાયટીઓ આવેલી છે અને કોઈ ફરિયાદ કે બનાવને લઇને રજૂઆત માટે કસ્બા વિસ્તાર ની પોલીસ ચોકી સુધી જવું પડતું હતું. હવે બ્રહ્માણી માતા રોડ પર જ નવીન પોલીસ સ્ટેશન બનતા વિસ્તારના લોકોને નજીકમાં જ પોલીસ સ્ટેશન ની સગવડ મળી છે ત્યારે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સુવિધા વધુ સુદ્રઢ બનશે.
તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા