પાટીદાર સમાજના યુવાનોના સંગઠન સરદાર પટેલ સેવાદળમાં ભાગલા લાલજી પટેલના ર્નિણયના વિરોધમાં નવી સમિતિ બની

શેર કરવા અહીં ક્લિક કરો.

પાટીદાર સમાજના યુવાનોના સંગઠન સરદાર પટેલ સેવાદળમાં ભાગલા પડ્યા છે. લાલજીભાઈએ અટકાવેલી નિમણુકને લઈને વિવાદ વકર્યો છે. તમને જણાવીએ કે અગાઉ એસપીજીના રાષ્ટીય અધ્યક્ષ લાલજી પટેલે તમામ જિલ્લા અને ઝોનના પ્રમુખોના હોદા રદ કર્યા હતા. આ મુદ્દે સરદાર પટેલ સેવાદળ એસપીજીના રાષ્ટીય અધ્યક્ષના ર્નિણયને દર કિનારે કર્યો છે

પાટીદાર સમાજના યુવાનોના સંગઠન સંસ્થા એસપીજીના લાલજી પટેલના ર્નિણયની વિરોધમાં નવી સમિતિ બનાવી છે. હવે એસપીજીના અધ્યક્ષ બદલાવાયા છે. એસપીજી ગ્રુપના નવા હોદેદારો નિમવાના મુદ્દે એસપીજીના નવા અધ્યક્ષ અશ્વિન પટેલ બનવા મુદ્દે લાલજી પટેલનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે

પૂર્વે હોદેદારો એ બળવો પોકારી ગઈ કાલે કારોબારી બેઠક બોલાવી હતી.કારોબારી બેઠકમાં એસપીજીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ,મહામંત્રી, સૌરાષ્ટ્‌ ઝોન અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ૧૦૮ અધ્યક્ષની વરણી કરાઈ છે. લાલજી પટેલ દ્વારા સૌરાષ્ટ્‌ ઝોનના અધ્યક્ષ તરીકે કલ્પેશ રાંકની નિમણૂક કરાઈ હતી. પૂર્વે હોદેદારોએ કોરોનાને પરિણામે એક વર્ષે ટર્મ લંબાવવા માટે કારોબારીમાં ચર્ચા કરી હતી

લાલજી પટેલે જણાવ્યું હતું કે એસપીજી ગ્રુપના કોઇ નવા હોદેદારોની નિમણુક કરવામાં આવી નથી. અમારી ગેરહાજરીમાં એસપીજીના લેટરપેડ અને લોગાનો ઉપયોગ કરી મિટિંગ બોલાવી અધ્યક્ષ બની ગયાં છે. આ મિટિંગમાં હું હાજર નહોતો. એસપીજી ગ્રુપ બે ભાગમાં વેચાઈ ગયું છે. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે અશ્વિન પટેલે જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરાંગ પટેલ મહામંત્રી અને પ્રવક્તા પુર્વિન પચેલની વરણી કરવામાં આવી છે. ૨૭/૭/૨૧ એસપીજીના હોદ્દા અને વરણી સ્થગીત કર્યા હતા. બાદમા ૧૭ તારીખ સુધી કોઈ પણ હોદ્દેદારોની વરણી સ્થગિત કરી નવા હોદ્દેદારોની નિમણુક કરાઈ

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.