ગરવી તાકાત મહેસાણા : સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના માનનીય ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. ડી. જે. શાહ, રજીસ્ટ્રાર શ્રી પી. કે. પાંડે અને સમગ્ર સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ટીમના મેનેજમેન્ટે પ્રો. (ડૉ.) સચ્ચિદાનંદ સિંઘને મેન્ડેલ યુનિવર્સિટી, બ્રાનો, ચેક રિપબ્લિક, સેન્ટ્રલ યુરોપમાંથી ફેકલ્ટી ઑફ ફોરેસ્ટ્રી એન્ડ વુડ ટેક્નોલોજી, મેન્ડેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ભણાવવા માટે તેમજ યુરોપિયન યુનિયન ફંડ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ડૉ. સિંઘે મેન્ડેલ યુનિવર્સિટીમાં ૧૬-૧૦-૨૦૨૨ થી ૨૧-૧૦-૨૦૨૨ સુધી કૃષિ, આર્બોરિકલ્ચર અને બાયોટેકનોલોજીના વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રદાન કર્યું હતું. આ અનુસંધાનમાં તેમણે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના વિઝન અને શિક્ષણ- સંશોધન, તેમજ સમાજકલ્યાણ અને સમુદાયના સમર્થન તરફના મિશન વિશે પણ વિગતવાર ચર્ચા કરી હતી.
જે છેલ્લે એક એમ.ઓ.યુ. માં પરિણમી હતી, જેના હેઠળ કૃષિ અને બાયોટેકનોલોજી ના વિષય સંબંધમાં વિવિધ પુસ્તકો અને પ્રકાશનોની પહેલ દ્વારા નજીકના ભવિષ્યમાં કાર્યરત બનશે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને મેનેજમેન્ટ તરફથી આ એક નવી પહેલ બાબતે હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.