ગરવી તાકાત મહેસાણા : સાંકળચંદપટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે સ્ટુડન્ટ ફોર હોલિસ્ટિક ડેવલપમેંટ ઓફ હ્યુમિનિટી (SHoDH), ગુજરાત અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ (ICSSR) ના સહયોગ થી તારીખ 7 સેપ્ટેમ્બર, બુધવાર ના દિવસે એક દિવસ નો રિસર્ચ મેથોડોલોજી વર્કશોપનું આયોજન કરેલ છે.
જેમાં મુખ્ય મહેમાન તરીકે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના કુલપતિ પ્રોફેસર રમાશંકર દૂબે, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર જે.જે.વોરા, પ્રોવોસ્ટ ડી.જે.શાહ, રજિસ્ટ્રાર ડો. પ્રમોદકુમાર પાંડે સાથે GTU ફાર્મસી વિભાગ ના ડિન પ્રોફેસર (ડો.) સી. એન. પટેલ સાહેબ ઉપસ્થિત રહેવાના છે. જેમાં વિવિધ વિષયો ના વિશેષજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
આયોજિત વર્કશોપ માં અંદાજે સમગ્ર ગુજરાત માંથી 200 જેટલા વિધાર્થીઓ ને પ્રત્યક્ષ લાભ પ્રાપ્ત થશે. વર્કશોપ ના આયોજન બદલ યુનિવર્સિટીના પ્રેસિડેંટ શ્રી પ્રકાશપટેલ અને પ્રોવોસ્ટ ડો.ડી.જે.સહબે સમગ્ર SHODH અને યુનિવર્સિટી ની રિસર્ચ એન્ડ ડેવલપમેંટ ટીમ ને શુભેચ્છા વ્યક્ત કરી હતી તથા ICSSR ને વર્કશોપ ના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.