સોશિયલ મિડિયા પર અવારનવાર વીડિયો વાયરલ થતા રહે છે, પરંતુ લોકોને ભયભીત કરી નાંખે તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, આ વીડિયો લોકોની સંવેદનશીલતા પર સવાલ ઉભો કરી રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં ત્રણ હુમલાખોરોએ એક યુવાકની રસ્તા પર હત્યા કરી નાંખી છે, આ ઘટના બની ત્યારે આસપાસ ભીડ પણ હતી. આ ઘટના દિલ્હીના સીમાપુરી બજારની છે
મળતી માહિતી મુજબ, ત્રણ હુમલાખોરો આવીને અચાનક ભરબજારમાં આ યુવક પર ચાકુથી વારંવાર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દે છે. લોકો આ તમાશો જાેઇ રહ્યાં હતા, પરંતુ ભીડમાંથી કોઇ પણ યુવકનો જીવ બચાવવા આગળ ન આવ્યું. એટલું જ નહીં લોકો આ આખી ઘટનાનો વીડિયો બનાવી રહ્યાં હતા
સીમાપુરી બજારમાં બુધવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ ૩ લોકોએ યુવક શાહરુખને ઘેરી લીધો હતો, એક હુમલાવરે લોખંડની ખુરશી વડે પણ હુમલો કર્યો અને સાથે ચાકુના ઘા પણ માર્યા. થોડી વારમાં જ શાહરુખ અચેત થઇને જમીન પર ઢળી પડ્યો. આ આખી ઘટનાનો વીડિયો લોકો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે
દેશની રાજધાની દિલ્હીમાં ખુલ્લેઆમ એક યુવકની હત્યા કરવામાં આવે છે અને લોકો મૌન રહીને આ ઘટના નિહાળતાં જાેવા મળ્યા. આ ઘટનામાં પોલીસની તપાસમાં જાણવા મળ્યુ કે, મૃતક સીમાપુરી વિસ્તારમાં રહેતો હતો અને તેનું નામ શાહરુખ હતુ. વીડિયો વાઇરલ થતા પોલીસે ત્રણ આરોપીઓની ઓળખ મેળવી, આરોપી જુબેર અને આદિત્ય ની ધરપકડ કરી લીધી છે. જાેકે ત્રીજા નંબરનો આરોપી જફર હજુ ફરાર છે
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક શાહરુખ આરોપીની એક પરિણિતિ બહેન સાથે પ્રેમ સંબંધમાં હતો, જેના કારણે આ હત્યા થઇ હોવાનું બહાર આવ્યુ હતું. આખી ઘટના પછી હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા અને લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો.શાહરુખ ઘાયલ હોવાથી લોકોએ તેને જીટીબી હોસ્પિટલ લઇ ગયા, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ પોલીસે આરોપીઓને પકડવા માટે ઘટનાની આસપાસના વિસ્તારનાં સીસીટીવી ફુટેજ ચેક કર્યા અને આરોપી ઓળખ થઇ હતી.
[News Agency]