ખોળે દિકરો આવશે એવી લાલચ આપી એક સાધુએ 70 લાખનો ચુનો લગાવ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત, જુનાગઢ
આધુનીક સમયમાં પણ દિકારાનો મોહ રાખનારા માતાપીતા સમાજમાં મોટી સંખ્યામાં મળી રહી છે. અમુક દંપતી તો દીકરો જન્મે એના માટે દોરા-ધાગા પણ કરતા હોય છે. દિકરાની લાલચમાંએક યુવાનને  70 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.કે જુનાગઢ જીલ્લાના વડાલના ભાયાળ ગામે રહેતા નયન સોજીત્રા નામના યુવાને સંતાનમાં બે દીકરીઓ છે જે જાન્યુઆરી માસમાં એક સાધુ તેને ઘરે આવ્યો હતો અને તારા ઘરમાં સુખ શાંતિ થશે અને તારે ત્યાં દીકરાનો જન્મ થશે તેવી લાલચ આપી હતી.

આ પણ વાંચો – ધી ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી આણંદ નિયામક મંડળની ચૂંટણી પ્રચાર ચરમ સીમાએ

ત્યારબાદ તેના કહેવાતા ગુરૂ નયનને ફોન કરી તારી જમીનમાં મેલુ છે વિધિ કરવી પડશે એમ કહી વિધિના બહાને પૈસા પડાવવાનું શરૂ કર્યું ત્યારબાદ ગુરૂ ચેલા દ્વારા નયનને અલગ અલગ સ્થળોએ બોલાવી વિધિના બહાને લાખો રૂપિયા ખંખેર્યા ભોગ બનાવનારની પત્નીના ઘરે પણ આ ગુરૂ ચેલાએ પડાવી લીધા હતાં ભોગ બનનાર નયનને સુરેન્દ્રનગર થાન સાણંદ અલગ અલદ સ્થળોએ બોલાવી તેની પાસેથી લાખો રૂપિયાની લઇ હાલ ગુરૂ ચેલો ફરાર થઇ ગયા હતા. દિકારાની લાલચમાં આવી ભોગ બનનારે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બે સાધુ તેમજ એક યુવાન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે છેંતરપીડીની ફરિયાદ દાખલ કરી બન્ને જણાની શોધખોળ શરૂ કરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.