નંદાસણ નજીક વાહનની ટક્કરથી રોડ ઓળંગી રહેલા આધેડનું મોત

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા-અમદાવાદ હાઇવે પર નંદાસણ નજીક રોડ ક્રોસ કરી રહેલા આધેડને વાહને ટક્કર વાગતાં થયેલી ગંભીર ઇજાના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.ચાણસ્મા તાલુકાના વસઈ ગામે રહેતા પ્રહલાદભાઈ પસાભાઈ સોલંકી મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલી ટીએલટી કંપનીમાં છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરે છે અને પોતાના ગામથી અપડાઉન કરે છે.

ગત 18મીને મંગળવારે પ્રહલાદભાઈ રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારતાં તેઓ ફંગોળાઈને રોડ પર પડ્યા હતા. ગંભીર ઇજાગ્રસ્ત પ્રહલાદભાઈને પહેલાં કડી અને ત્યાથી અમદાવાદ સિવિલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. મૃતકના નાનાભાઈ જયંતીભાઈ સોલંકીએ વાહન ચાલક વિરુદ્ધ નંદાસણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.