કડી મેલડી માતાના મંદિરની બાજુમાં આવેલ જુના પોલીસ સ્ટેશન ખાતે આજરોજ મુસ્લિમ સમુદાયના લોકો સાથે મળીને મહેસાણા જિલ્લાના ડી.વાય.એસ.પી આઇ.આર. દેસાઈ સાહેબ ની અધ્યક્ષતા માં બેઠક યોજાઇ હતી.
ગરવી તાકાત મહેસાણા : જેમાં મહેસાણા જિલ્લાના ડીવાયએસપી દ્વારા જાણવા મળેલ કે મુસ્લિમ સમુદાયના આગેવાનોને આગ્રહ કરવામાં આવ્યો કે તમારા વિસ્તારમાં અમુક ગેરકાયદેસર ચાલતી પ્રવ્રુતીઓ અને જે વ્યક્તિઓ તમારા એરિયામાં આંતક મચાવી રહ્યા છે. તે લોકો ની સાથે મળ્યા કરતા પોલીસ ને આવી જાણ કરો જેથી કરી ને તમારા એરિયામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે અને આવા કોઇપણ વ્યક્તિનું નામ પોલીસ સ્ટેશન માં આપવામાં આવશે તો તેમનું નામ ગુપ્ત રહેશે જેની ખાતરી આપવામા આવી હતી. અને આવા અસામાજિક તત્વો સામે પોલીસ કડક કડક કાર્યવાહી કરવામાં આવશે. અને તમારા વિસ્તારમાં સંપૂર્ણપણે શાંતિ અને સલામતી જળવાઈ રહેશે.
કડી જુના પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી બેઠક ની અંદર અન્ય વિવિધ મુદ્દે ચર્ચા પણ જોવા મળી હતી તથા કરીના મુસ્લિમ સમાજના લોકોએ રજૂઆત કરી હતી કે કસ્બા વિસ્તારમાં કેટલીક જગ્યાઓ પર ટ્રાફિકની સમસ્યા વારંવાર બનતી જોવા મળી રહેતી હોય છે જેના કારણે લોકો હેરાન-પરેશાન થતા જોવા મળી રહ્યા હોય છે અને કડી વિસ્તારની અંદર જેમ શહેરના અલગ અલગ વિસ્તારમાં સી.સી.ટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. તે જ રીતે અમારા કસ્બા વિસ્તારની અંદર પણ સી.સી.ટીવી કેમેરા લગાડવા આવે તેવી ડી.વાય.એસ.પી સાહેબ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. કડી ના જુના પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ બેઠકમાં મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
તસવિર અને આહેવાલ : જૈમિન સથવારા – કડી