મહેસાણા ખાતે સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી નિમિતે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ…

November 11, 2025

-> સશસ્ત્ર સેના ધ્વજદિન ૨૦૨૪-૨૦૨૫ માં મહત્તમ ફાળો આપનાર કચેરી/સંસ્થા/શાળાઓ/વ્યક્તિને જિલ્લા કલેકટરશ્રીના હસ્તે ટ્રોફી/મેમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા :

-> જિલ્લા કલેકટરશ્રી એસ.કે. પ્રજાપતિએ સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે ફાળો આપનાર તમામને અભિનંદન પાઠવ્યા :

ગરવી તાકાત મહેસાણા : સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી નિમિતે મહેસાણા જિલ્લાને ફાળવવામાં આવેલ લક્ષ્યાંક પૂર્ણ કરવા જરૂરી અને પરિણામલક્ષી આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને આજરોજ કલેકટર કચેરી, મહેસાણા ખાતે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં સંશસ્ત્ર સેના ધ્વજદિન ૨૦૨૪-૨૦૨૫ માં મહત્તમ ફાળો આપનાર કચેરી/સંસ્થા/શાળાઓ/વ્યક્તિને જિલ્લા કલેકટરશ્રીના હસ્તે ટ્રોફી/મેમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા કલેકટરશ્રી એસ.કે. પ્રજાપતિએ સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે ફાળો આપનાર તમામને અભિનંદન પાઠવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર સૈનિકોના પરીવારજનો સ્વમાનભેર પોતાના જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા તેમજ યુદ્ધ અને સૈનિક કાર્યવાહીમાં શારીરિક ક્ષતિગ્રસ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાંથી છુટા કરાયેલા સૈનિકોના પુનર્વસવાટ માટે તેમજ સશસ્ત્ર સેનાઓને યુવાન રાખવાની રાષ્ટ્રની નિતિના ફલસ્વરૂપ તમામ નાગરિક સેવાઓની સરખામણીમાં ઘણી નાની ઉમરમાં સશસ્ત્ર સેનાઓમાંથી છુટા કરવામાં આવતા સૈનિકો અને તેઓના પરીવારજનોના કલ્યાણ માટે વિવિધલક્ષી કલ્યાણકારી યોજનાઓ બનાવવા માટે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે. આ ભંડોળ એકત્ર કરવાના ઔપચારીક કાર્યક્રમનો આરંભ પ્રતિ વર્ષ ૭મી ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે.

નોંધનીય છે કે પોતાના પ્રાણની પરવા કર્યા વિના દેશના સીમાડાઓ અને સાર્વભોમકતાનું રક્ષણ કરનાર દેશના આ સૈનિકો યુદ્ધ સિવાય કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ કુદરતી પ્રકોપ, માનવ સર્જીત અકસ્માત કે આપદાઓમાં પણ નાગરિકોની સહાયતા માટે ખડે પગે રહી સમાજ અને દેશની અમુલ્ય સેવા બજાવવા અગ્રસર રહે છે. દેશની રક્ષા કરવા સતત તૈનાત રહેતા આપણા સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાની આપણી અને સમાજની મોટી જવાબદારી થાય છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી જશવંત કે. જેગોડા, મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી તેમજ ફાળો આપનાર તમામ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0