તાઉ-તે વાવાઝોડા સામે દુધસાગરની સેવાઓ પ્રભાવિત ના થાય તેને લઈ અશોક ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક મળી

શેર કરવા અહીં ક્લિક કરો.

એક તરફ કોરોના મહામારી ની વચ્ચે તાઉ તે વાવાઝોડું દક્ષિણ ભારતમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ ફંટાયું છે અને તેની ખતરનાક અસરો સૌરાષ્ટ્ર સહિત કચ્છ ના દરિયા કિનારે જોવા મળવાની સંભાવનાઓ હવામાન શાસ્ત્રીઓ જોઇ રહ્યા છે ત્યારે આ વાવાઝોડું ઉત્તરગુજરાત નજીક થી પસાર થવાનું હોવાથી મહેસાણા અને પાટણ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારે પવન સાથે મૂશળધાર વરસાદ ની સંભાવનાઓ પેદા થઇ છે !! આ વાવાઝોડું વિનાશકારી અસરો પશુપાલકો અને તેમના માલ ( ઢોરઢાંખર ) તથા દૂધસાગર ની નિયમિત સેવાઓ અવિરતપણે સુરક્ષિત રીતે જળવાઇ રહે તે માટે આજે વહેલી સવારે મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ( દૂધસાગર ડેરી ) ના ચેરમેન  અશોકભાઇ ચૌધરી એ ડેરીના MD સહિત ઉચ્ચ અધિકારીઓ ની હાઇલૅવલની તાકિદ ની બેઠક બોલાવી યુદ્ધ ના ધોરણે તાઉ તે વાવાઝોડું સામે દૂધસાગર મેનેજમેન્ટ શું ઍકશન પ્લાન ઘડી શકે ? તેના સૂચનો માગ્યા હતા .

આ બેઠકમાં સલાહ સૂચનો ના અંતે વાવાઝોડું ના સંભવિત આ ત્રણ દિવસો દરમિયાન 24 × 7 ROUND THE CLOCK ઍકશન ફોર્સ ની રચના કરવાના આદેશ સાથે દૂધસાગર ડેરી સાથે જોડાયેલા તમામ પ્રોડક્શન હાઉસ સહિત તમામ દૂધ મંડળીઓ ઉપર ના જોખમી બોર્ડ , હોડિગ્સ , ખુલ્લો કાટમાળ , નબળા બાંધકામ તથા મજબૂત ના હોય તેવા પતરાં , સહિત ના હવાનું જોર સહન ના કરી શકે અને ઉડી ને જાનમાલને નુકસાન કર્તા એવી તમામ ચીજવસ્તુઓ નો સુરક્ષિત જગ્યાએ મૂકી દેવાનો આદેશ જાહેર કરવાની સાથે પશુપાલકો ને પોતાના ઢોરઢાંખર સલામત સ્થળે રાખવા તથા તેમના ખોરાક ને સલામત સ્થળે સંગ્રહિત કરવાની સાથે સૂકો ઘાસચારો અને સાગરદાણ સહિત નો આહાર સરળતાથી આપી શકાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવાની અને ઉચાણ વાળા વિસ્તારો પસંદ કરવાની અપિલ કરવામાં આવી છે !! આ સાથે દૂધ શિતકેન્દ્રો ના જનરેટર સેટ સર્વિસ કરાવી ઉપિયોગ યુક્ત રાખવાના આદેશ સાથે જે તે દૂધસાગર ના અધિકારીઓ ને આ દિવસો દરમિયાન ફરજિયાત પણે કામના સ્થળે હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે !! ગામડાઓ માં થી દૂધ કલૅકશન કરતા ટેન્કર સહિત ના વાહનો વરસાદ ના તોફાની ‌માહોલ માં અટવાઇ પડે તો અન્ય અવેજી વાહન ને STAND BY MODE માં રાખવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સદર મિટિંગમાં દૂધસાગર ડેરી ના ચેરમેન અશોકભાઇ ચૌધરી એ નિયામક મંડળ ના તમામ સાથી મિત્રો જોખમ ના આ દિવસોમાં પોતાના વિસ્તાર માં રહી પશુપાલકો ને દરેક પરિસ્થિતિમાં સાથ આપવા સાથે ઉભા રહે તેવી ટેલિફોનીક વાત કરી આવનાર જોખમી કલાકો માં તેઓ ક્ષણેક્ષણ પરિસ્થિતિ ઉપર નજર રાખી શકય હોય તેટલા હદે જાન – માલ ની સુરક્ષા માટે *ALERT MODE માં રહેવાની પોતાની કટિબદ્ધતા વ્યકત કરી હતી !!

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.