ભાજપના પ્રદેશ કાર્યાલય ‘ કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા ની ઉપસ્થિતિમાં જિલ્લા/મહાનગરના પ્રમુખઓ, પ્રભારીઓ અને પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ-સહઇન્ચાર્જઓ ની બૃહદ બેઠક યોજાઈ હતી. આ બેઠક રાજ્યમાં યોજાયેલી પેટાચુંટણીમાં ભાજપનો આઠે આઠ શીટો ઉપર વિજય થતા યોજવામાં આવી હતી. જેમાં તેમને આગળ આવી રહેલી સ્થાનીક સ્વરાજની ચુટંણી મુદ્દે પણ ચર્ચા કરી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારની યોજનાઓ તેમના કાર્યકર્તાઓ દ્વારા સામાન્ય લોકો સુધી પહોચાડવા અંગે પણ ચર્ચા કરી હતી.
આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, કે.સી.પટેલ, શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ ભાર્ગવભાઇ ભટ્ટ, ગોરધનભાઈ ઝડફિયા અને પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યા સહિતના પ્રદેશ હોદ્દેદારો-આગેવાનો ઉપસ્થિત રહ્યા.