ગરવી તાકાત મહેસાણા : કડી માં અષાઢી બીજ ના દીવસે વર્ષો થી ચાલી આવતી પરંપરાગત રીતે ભગવાન જગન્નાજીની ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે અને સાથે સાથે મેલડી માતાજી ના મંદિરે થી પણ વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા
નીકળશે જેના ભાગ રૂપે આજે કડી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ હતી

જેમાં કડી પોલિસ સ્ટેશન ના પી.એસ. આઇ એસ.બી. ઘાસુરા ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી ને કોઈ અનિચ્છનિય ઘટના ના બને અને શાંતિ પુર્ણ વાતાવરણ માં શોભાયાત્રા નીકળે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
કડી ના દેત્રોજ રોડ ઉપર આવેલ રામજી મંદિર થી દર વર્ષે ધામધૂમ થી અષાઢી બીજ ના દીવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે તથા મેલડી માતાજી ની પણ સાથે સાથે શોભાયાત્રા નીકળવાની છે. અને સૌ લોકો સાથે મળી ને આ રથયાત્રા સપૂર્ણ થાય તે માટે પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ પણ એક્શન મોડમાં જોવા મળ્યાં હતાં. અને આ શાંતિ સમિતિ ની બેઠક માં હિન્દુ – મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી