ગરવી તાકાત પાટણ : આગામી વિધાનસભાની ચૂંટણી રાજકીય પાર્ટીઓ દ્વારા રાજકીય ગતિવિધિ તેજ બનાવવામાં આવી છે ત્યારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણ ભાજપા મહિલા મોરચા સાથે ગુજરાત પ્રદેશ ભાજપના મહિલા અધ્યક્ષ દીપિકાબેન સરડવા એ સંગઠનની બેઠક લીધી હતી
ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ દ્વારા પાટણ મહિલા મોરચાની કાર્યકર્તાઓને આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને માર્ગદર્શન પુરૂ પાડી પાટણ વિધાનસભાની ચારે ચાર બેઠકો ઉપર કમળ ખીલવવા મહિલાઓને એડી ચોટી સુધી ની ચુટણી લક્ષી કામગીરી માં જોતરાઈ જવાં આહવાન કર્યું હતું
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ ની બેઠક દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, નંદાજી ઠાકોર, પાટણ જીલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા , પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી અને શંખેશ્વર કોલેજ ના સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદી પાટણ નગરપાલિકા પ્રમુખ ,કોર્પોરેટર માનસીબેન ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં મહિલા મોરચાની બહેનો ઉપસ્થિત રહી હતી