ગરવી તાકાત કાંકરેજ : પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ઉંબરી મેલડી ફાર્મ હાઉસ પર આમ આદમી પાર્ટીની મીટીંગ યોજાઈ હતી જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી ને કાર્યક્ર્મ ખુલ્લો મુકયો હતો ત્યારે વેપારી અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે 26 વર્ષ સુધી સતત પ્રયત્નશીલ રહીને સુંદર કામગીરી કરી રહ્યા હતા પરંતુ કદાચ ભારતીય જનતા પાર્ટી થી લોક હિતના કામો ન થતાં નારજ થઈ ને મેલડી ફાર્મ હાઉસ ના માલીક અને સેવા ભાવિ સંસ્થાઓ સાથે જોડાયેલા ઠકકર મુકેશભાઈ તેમની ટીમ સાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટી માં જોડાયા હતા
ત્યારે બનાસકાંઠા આમ આદમી પાર્ટીના ઉપ પ્રમુખ નવિન પટેલ ની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ યોજી ને આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરાવી મુકેશભાઈ ઠકકર ને આવકાર્યા હતા જેમાં સ્પોર્ટ વિગ પ્રમુખ રવી પ્રજાપતિ. શની પ્રજાપતિ અને લોકસભા સીટ ના પ્રશાંત ચૌધરી અને જેઠુભા વાઘેલા કાંકરેજ સંગઠન મંત્રી સહિત દાદુજી ઠાકોર. રાજાજી અને મીડિયાસેલ કનવિનર અલ્પેશસિંહ ઝાલા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને કાંકરેજના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા મિત્રો ઊપસ્થિત રહ્યા હતા અને સ્વરુચી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ને જેનાં અન્ન ભેળાં એનાં મન ભેળાં ની કહેવત સાર્થક કરી બતાવી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હવે કાંકરેજ તાલુકા માં આમ આદમી પાર્ટીએ પગપેસારો કર્યો છે અને હવે ધીરેધીરે મજબુત બની રહી છે
અને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો નારાજ હતા એ બધા લોકો નો સતત સંપર્ક કરી ને ગામડે ગામડે ફરીને ખાટલા બેઠક યોજીને આવનાર દિવસોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ને ટક્કર આપવા માટે એક મજબુત સેવાભાવી અને નિડર વ્યકિત વિશેષ મુકેશભાઈ ઠકકર મહાવીર પેટ્રોલ પંપ ને આમ આદમી પાર્ટી માં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે ભાજપ પક્ષ ને એક મોટો ઝટકો કહી શકાય. મુકેશભાઈ ઠકકર એ લોકડાઉન અને કોરોના મહામારી માં સતત પ્રયત્નશીલ રહીને લોકોની સેવા આપી હતી જેમાં એમની લોકચાહના મેળવી હતી અને હવે થોડા દિવસ માં વિધાનસભા ની ચુંટણી આવે છે
ત્યારે કાંકરેજ તાલુકા માં ત્રિપાંખિયો જંગ જામશે અને કાંકરેજ નો કિંગ કોણ? ભાજપ માટે 2022 ની ચુંટણીમાં કપરાં ચઢાણ રહેશે તે નક્કી છે અને હવે કોંગ્રેસ અને ભાજપ પક્ષ માં પ્રદેશ પ્રમુખ દ્વારા કોને ટિકિટ આપવામા આવશે એ અંગે કાંકરેજ તાલુકા માં રાજકારણ ગરમાયું છે ત્યારે 23 તારીખ ના રોજ કાંકરેજ તાલુકા માં આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી અને ઇટાલિયા ની એક મહાસભા અંગે પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે ત્યારે હવે આમ આદમી પાર્ટીની મીટીંગો સભાઓ ગજવી ને ગુજરાત રાજ્ય માં પરિવર્તન લાવવા માટે મતદારો ને રીઝવવા જાહેરાતો કરી ને પ્રલોભન આપી ને ચુંટણી નું કાઉન ડાઉન શરૂ થઈ ગયું છે
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ