સગીરા સાથે તેનાથી ડબલ ઉંમરના પરણિત શખ્સે 6 માસ સુધી દુષ્કર્મ આચર્યુ

શેર કરવા અહીં ક્લિક કરો.

જસદણમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. 16 વર્ષીય સગીરા સાથે તેનાથી ડબલ ઉંમરના પરણિત શખ્સે ૬ માસ સુધી દુષ્કર્મ આચર્યુ હતું.જુનેદ ઇકબાલ ચૌહાણ નામના મુસ્લિમ શખ્સે સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આખરે જુનૈદના ત્રાસથી કંટાળી સગીરાએ પરિવારને જાણ કરી હતી. જસદણ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જસદણની ગેબનશાહ સોસાયટીમાં રહેતો જુનેદ ઈકબાલ ચૌહાણે(ઉ.વ.29) શહેરના ટ્યુશન ક્લાસમાં અભ્યાસ અર્થે જતી 16 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. જૂનૈદ ટ્યુશન ક્લાસમાં જતી 16 વર્ષીય સગીરાનો હંમેશા પીછો કરતો હતો. તેના બાદ તેણે સગીરાને ભોળવી હતી. તેનો મોબાઈલ નંબર મેળવીને તેને મળવાના બહાને ગેસ્ટ હાઉસમાં બોલાવી અવારનવાર ૬ માસ સુધી દુષ્કર્મ કર્યું હતું.

જુનેદ ઇકબાલ ચૌહાણ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. જસદણ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જુનૈદ બે બાળકોનો પિતા છે, તે મજૂરી કામ કરીને પરિવારનુ ગુજરાન ચલાવતો હતો. તેમ છતા તેણે સગીરાને હવસની શિકાર બનાવી હતી. પોલીસે હવસખોર જુનૈદ સામે આઈપીસી કલમ-૩૭૬(૨-એન), ૩૫૪(ઘ), જાતીય સતામણી ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ ની કલમ ૪-૬ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.