ડ્રાઇવર કમ પોલીસ કોન્સ્ટેબલની માનવતાવાદી લાગણી ખુદ પોલીસ કોન્સ્ટેબલ જીજ્ઞેશભાઇ ધીરજલાલ રવૈયા એ ગટરમાંથી ડેડબોડી કાઢી માણાવદર શહેરના મહાદેવીયા મંદિર પાસેની ગટરમાંથી 45 વર્ષના પુરૂષની લાશ મળતા ચકચાર મચી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના મહાદેવીયા મંદિર પાસે એક મોટી ખુલ્લી ગટર છે જેમાં કોઇ અજાણ્યા શખ્સની લાશ પડી હોવાનું માણાવદર પોલીસ સ્ટેશનમાં ફોન કોલ આવતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જે સ્થળે બનાવ બન્યો ત્યાં અનેક નાગરિકો ઉપસ્થિત હતા ત્યારે માણાવદરના માનવતાવાદી,લાગણીશીલ ડ્રાઇવર કમ પોલીસ કોન્સ્ટેબલે માનવતા દાખવતા સૌ કોઇ ભાવ વિભોર બન્યા હતા કેમકે ડેડબોડી ગંદી ગટરમાં પડેલ હતી.

આ પણ વાંચો – માણાવદરના વેકરી ગામે ભાદર ડેમનુ પાણી હજારો વિઘામાં ફરી વળ્યુ

ત્યારે ખુદ કોન્સ્ટેબલ  જીજ્ઞેશભાઇ ધીરજલાલ રવૈયાએ પોતાના કપડા ખરાબ થશે તેવી કોઇ બીક રાખ્યા વગર હાલ કોરોના ચેપ લાગશે તેવી બીક રાખ્યા વગર લાશ કાઢવામાં પોતે પણ જોડાયા હતા અને માનવતાવાદી લાગણી ધરાવતા જીજ્ઞેશભાઇ ધીરજલાલ રવૈયા એ પોતે ડેડબોડી ઉપાડી હતી. હાલ ડેડબોડી મળી તેનું નામ ભીખાભાઇ ગોબરભાઈ સોલંકી  (ઉ.વ.45)  હોવાનું બહાર આવ્યું છે  તેઓ કોઠારીયા નર્સરીમાં કામ કરતા હતા કયા કારણોસર મૃત્યુ થયુ તે માટે ડેડબોડી નું પી.એમ. થાય પછી ખબર પડશે હાલ માણાવદર સરકારી હોસ્પિટલમાં ડેડબોડી પહોંચી છે.
રીપોર્ટે – જીજ્ઞેશ પટેલ
Contribute Your Support by Sharing this News: