મહેસાણા એસ.ઓ.જી. ટીમે કડી પોલીસ વિસ્તારમાંથી એક વ્યક્તિને ચોરીના સામાન સાથે ઝડપી પાડ્યો હતો. બાતમી આધારે કરાયેલ આ ધરપકડમાં શકમંદ ઈસમને રોકી પુછપરછ કરવામાં આવી ત્યારે તેને ગોળ-ગોળ જવાબ આપતા તેની અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો – જાતીવાદી ઝકડન : દલીત યુવકની પોતાના ભાઈ સાથે મીત્રતા નાપસંદ હોવાથી કરી નાખી હત્યા
મહેસાણા એસ.ઓ.જી. ટીમે બાતમી આધારે કડીની પીરોજપુરા કેનાલ પાસેથી એક વ્યક્તિની અટકાયત કરી તેની પુછપરછ કરતા તેેને પોલીસને ગોળ- ગોળ જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો. ઝડપાયેલ ઈસમ પાસે એલ.ઈ.ડી. ટીવી., ગેસ સીલીન્ડર જેવા સાધનો મળી આવ્યા હતા. આરોપીનુ નામ પઠાણ યાશીનખાન ઉર્ફે ટાયગર, – કસ્બા, કડીનો રહેવાશી હોવાનુ સામે આવ્યુ હતુ. તેની પાસેથી એલ.ઈ.ડી. નંગ 1 ગેસ સીલીન્ડર નંગ 1, મોબાઈલ નંગ – 2 તથા 33,000/- રોકડ મળી આવ્યા હતા. પોલીસે આરોપીની અટકાયત કરી તેની વિરૂધ્ધ 454,457,380 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.