મહેસાણા એસઓજીની ટીમે દેશી બનાવટની બંદૂક સાથે નિલગાયનો શિકાર કરતાં મહેસાણાના ડફેરને ઝડપી પાડ્યોં
મહેસાણા લશ્કરી કુવાના કેટલાક અસામાજિક તત્વો આ અગાઉ પણ દેશી બનાવટની બંદૂક સાથે પોલીસના હાથે ઝડપાયાં છે
ગરવી તાકાત, મહેસાણા તા. 27- મહેસાણા એસઓજીની ટીમે ઊંઝા તાલુકાના સુણોક ગામની સીમમાં આવેલી બાવળની ઝાડીઓ નાળચાવાળી દેશી બનાવટની બંદૂક સાથે શિકાર કરવા નિકળેલા મહેસાણા રાધનપુર ચોકડી પાસે આવેલ લશ્કરી કુવા ખાતે રહેતા શખ્સને ગેરકાયદેસર બંદૂક સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યોં હતો. મહત્વની બાબત છે કે, આ અગાઉ પણ ડફેર ઇસમો અવાર નવાર દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડવામાં આવ્યાં છે.
મહેસાણા જિલ્લામાં ચાલતી ગેરકાયદેસ અને અસામાજિક પ્રવૃતિઓ આચરતાં શખ્સોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવાના મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ આપેલા આદેશ મુજબ મહેસાણા એસઓજી પી.આઇ એ.એન.દેસાઇના નેતૃત્વમાં એસઓજી પીએસઆઇ એમ.એ.જોષી તથા પીએસઆઇ વી.એ.સિસોદીયા, એએસઆઇ નિતીન, રાજસિંહ, જયેશકુમાર, ધર્મેન્દ્રકુમાર, સંજયકુમાર, સચીનકુમાર, જયદેવસિંહ, પ્રદિપસિંહ સહિતનો સ્ટાફ એસઓજી ઓફિસે હાજર હતા તે દરમિયાન એહકો. રાજસિંહ, અપોકો. જયેશકુમાર ખાનગી રાહે બાતમી મળી હતી કે,
ઊંઝા તાલુકાના સુણોક ગામની સીમમાં આવેલી બાવળની ઝાડીઓમાં એક ઇસમ દેશી બનાવટની બંદુક સાથે શિકાર કરવા માટે ફરી રહ્યો છે. જે બાતમીના આધારે મહેસાણા એસઓજીની ટીમ સુણોકની સીમમાં પહોંચી બાવળની ઝાડીઓમાં શિકાર કરવા નિકળેલા સિંધી આદમ લોન્ગભાઇ રહે. મહેસાણા રાધનપુર ચોકડી પાસે, લશ્કરી કુવો, મહેસાણાવાળાને પાસ પરમીટ વિનાની દેશી બનાવટની નાળીવાળી બંદૂક સાથે શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.