ગરવી તાકાત સાબરકાંઠા : ઈડરના એક વેપારી સાથે 4 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ વિસનગરના એક શખ્સે બોલેરો ગાડી આપવાના બહાને પૈસા લીધા બાદ ગાડી કે રકમ પરત ન આપતા વેપારીએ ઈડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ભિલોડા ત્રણ રસ્તા નજીક ઓટો કન્સેપ્ટનો વ્યવસાય કરતા નિહાલ હુસેન ઈકબાલ હુસેન મનસુરીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી.

ફરિયાદ મુજબ, નિહાલ હુસેનનો વિસનગરના જૈમીન પટેલ સાથે મોબાઈલ દ્વારા સંપર્ક થયો જૈમીન પટેલે હાર્દિક ગીરી ગોસ્વામી પાસેથી લીધેલી બોલેરો ગાડી 4 લાખ રૂપિયામાં આપવાનું નક્કી કર્યું ત્યારબાદ, નિહાલ હુસેન મનસુરીએ આંગડિયા મારફતે 4 લાખ રૂપિયા જૈમીન પટેલને મોકલી આપ્યા.

જોકે, વાયદા મુજબ જૈમીન પટેલે નિહાલ મનસુરીને બોલેરો ગાડી આપી ન એટલું જ નહીં, તેણે બોલેરોની રકમ પણ પરત ન આપતા નિહાલ મનસુરીને વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું. આથી, નિહાલ હુસેન મનસુરીએ વિસનગરના જૈમીન પટેલ વિરુદ્ધ ઈડર પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


