માણસાના માણેકપુરમાં આડાસંબંધની શંકાએ યુવક ઉપર છરી વડે હુમલો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત માણસા  :  માણસા તાલુકાના માણેકપૂર ગામે આજે સવારે એક યુવક ખેતરથી ઘરે આવી રહ્યો હતો ત્યારે ગામના એક ઇસમે તેની પત્ની સાથે વાતો કેમ કરે છે અને આડા સંબંધની આશંકાએ યુવક પર છરી વડે હુમલો જાનથી મારી નાખવાના ઇરાદે ઇજા પહોંચાડી ભાગી છૂટયો હતો  તે વખતે નિર્જન રસ્તા પર ભારે બૂમાબૂમ થતા આજુબાજુથી દોડી આવેલા લોકો એ ઇજાગ્રસ્તને તાત્કાલિક ગાંધીનગર સારવાર માટે ખસેડયો હતો જે અંગે ઇજાગ્રસ્ત ની ફરિયાદ નોંધી માણસા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકાના માણેકપૂર ગામે રહેતા અને ખેતી તથા પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવતા ૨૫ વર્ષીય ચાવડા અશ્વિનસિંહ સેતાનસિંહ આજે સવારે ૧૦થ૩૦ વાગે પોતાના દેલવાડ થી માણેકપુર ગામ તરફ જતા રોડ પર આવેલા ખેતરમાં પોતાનું કામકાજ પૂરું કરી ગામમાં પરત ફરી રહ્યા હતા તે વખતે રસ્તામાં તેમની રાહ જોઈને બેઠેલો માણેકપુર ગામ નો જ દંતાણી રાજુ અંબાલાલ અશ્વિનસિંહ ને રસ્તામાં રોકી તું કેમ મારી પત્ની સાથે સંબંધ રાખે છે

તેવુ કહી આડા સંબંધની આશંકાએ ઝઘડો કરી ઉગ્ર બોલાચાલી બાદ તેની સાથે લઈને આવેલ છરી વડે ઉપરાછાપરી અશ્વિનસિંહ ને ચાકૂના ઘા મારી દેતા તેઓ ફસડાઈ પડયા હતા અને આ વખતે નિર્જન રસ્તા પર કોઈની અવરજવર ન હોવાથી હુમલાખોરે યુવક પર અનેક છરીના ઘા મારી ઇજાઓ પહોંચાડી ભાગી છૂટયો હતો તો આ વખતે બુમાબુમ અને હોબાળા ના કારણે ત્યાંથી પસાર થઇ રહેલા ગામના એક બે વ્યક્તિઓએ ઈજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં જોતાં તેમને તાત્કાલિક ગાંધીનગર સારવાર માટે ખસેડયા હતા

જે બાબતે ઇજાગ્રસ્તે સારવાર બાદ માણસા પોલીસને જાણ થતાં પોલીસે ઈજાગ્રસ્ત અશ્વિન સિંહ ની ફરિયાદ લઈ હુમલાખોર આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.