અમદાવાદમાં 20 કરોડના ખર્ચે કમળની થીમ પર લોટસ ગાર્ડન બનશે

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત, અમદાવાદ તા. 07 – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધિશો દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા મૂકવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં રૂ. રૂ. 1461.83 કરોડનો વધારો કરી રૂ. 12262.83 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીના વર્ષમાં ભાજપના બજેટમાં ખાસ કોઈ વધારો કે જોગવાઈ મૂકવામાં આવી નથી. એકદમ સરળ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

એસજી હાઈવે ઉપર ખૂબ જ મોટું લોટસ ગાર્ડન બનાવવામાં આવશે. કમળની થીમ પર આધારિત આ વિવિધ રાજ્યોના ફૂલોની પ્રતિકૃતિ વાળું ગાર્ડન બનશે. ગાર્લેન્ડ ઓફ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું છે. ફ્લાવર શોને જે રીતે પ્રતિસાદ મળ્યો છે તેને લઈને હવે શહેરીજનોને આ અદ્યતન ગાર્ડન મળશે. ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટની પ્રાથમિક સુવિધાઓ માટે 25 કરોડ ફાળવવામાં આવ્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.