કોરોના વાયરસનો પ્રકોપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. આ સાથે ગુજરાતમા પણ કોરોના વાયરસના કેસ બેફામ બની રહ્યા છે.

આ સાથે લોકો જાગૃતિ તરફ વધી રહ્યા છે. અને લોકડાઉન સરકારને બદલે તાલુકા પ્રમાણે પોતપોતાની રીતે લોકડાઉન લગાવી રહ્યા છે. ઉંઝા તાલુકામા વેપારીઓએ સ્વયંમભુ દુકાનો બંધ રાખવાનો નિર્ણ કર્યો છે.

કોરોનાની મહામારી વધુ ન ફેલાય તે માટે તા.20-7-2020 સોમવારથી તા.27-7-2020 સોમવાર સુધી નગરપાલિકા સંચાલિત દૂધ કેન્દ્રો, દવાખાના તથા મેડીકલ સ્ટોર સિવાય તમામ બજારો સ્વયંભુ બંધ રાખવાની અપીલ કરાઇ છે.

આ સાથે શાકભાજી, ફળફળાદી, ફેરીયા, પાનના ગલ્લા નાસ્તાની દુકાનો તથા નાની મોટી તમામ દુકાનો સ્વયંમભુ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

Contribute Your Support by Sharing this News: