થરા કોલેજમાં વાલ્મીકિ રામાયણમાં ચરિત્ર-ચિત્રણ વિષય પર વ્યાખ્યાન યોજાયું

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત થરા : કાંકરેજ તાલુકા કેળવણી મંડળ,થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કૉમેર્સ કોલેજ, થરાના પ્રાંગણમાં કોલેજના આદ્યસ્થાપક સ્વ.શાંતિલાલ છોટાલાલ ધાણધારા (ભગત સાહેબ)ની સ્મરણાંજલિ વ્યાખ્યાન: “વાલ્મીકિ રામાયણમાં ચરિત્રચિત્રણ” ગઈકાલે કેળવણી મંડળના પ્રમુખ ધીરજભાઈ કે. શાહના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું.
આ વ્યાખ્યાન ના પ્રધાન વક્તા રાષ્ટ્રપતિ પુરુસ્કૃત નિવૃત પ્રો.ડૉ. વિજયભાઈ પંડયા -સંસ્કૃત ભાષા ભવન ગુજરાત યુનિવર્સિટી અમદાવાદે સમગ્ર રામાયણને કેન્દ્રમાં રાખીને આદર્શ સમાજ દર્શન, આદર્શ રાજધર્મ અને જીવન મૂલ્યને કેન્દ્રમાં રાખી વિદ્વવતાપૂર્ણ વ્યાખ્યાન આપેલ. કોલેજના પ્રિ.ડૉ.દિનેશભાઈ ચારણે સ્વાગત પ્રવચન આપી, કોલેજ કાર્યકાળને સ્મરીને રામાયણના આદર્શોને તાજા કરાવ્યા હતા. આ કાર્યક્રમમાં વિશેષ માર્ગદર્શન પ્રેરણા  કોલેજના પૂર્વ.પ્રિ.ડૉ. હેમરાજભાઈ આર. પટેલ દ્વારા મળેલ. આ પ્રસંગે સમગ્ર અધ્યાપક ગણ વિદ્યાર્થી ભાઈ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન પ્રા.ડૉ.રામજીભાઈ રોહિત,પ્રા.ઝીલ  શાહ અને પ્રા.મધુબેન  પરમાર વગેરેએ કર્યું હતું. તથા આભાર દર્શન પ્રા.ડૉ.મયંકભાઈ જોષીએ કર્યું હતું.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.