ગરવીતાકાત અરવલ્લી: મોડાસામાં સોલાર પ્લાન્ટ શરૂ થશે જે વીજળી પેદા કરીને સરકારને આપશે,  અરવલ્લી જિલ્લામાં સિમલીયા અને મુલોજ ગામ પાસે વિશાળ સોલાર પ્લાન્ટ ઉભો કરીને સસ્તા દરે વીજ પુરવઠો પાડવાનો સંકલ્પ.અરવલ્લી જીલ્લામાં સૂર્ય ઉર્જા તથા પવન ઉર્જા ના વિકાસ માટેના સંભવિત કારણોમાં સૂર્ય ઉર્જા ખૂબજ અગત્યનું પરિબળ છે. અરવલ્લીમાં બિનઉપજાઉ જમીન, વીજ કંપનીના વિશાળ નેટવર્કની ઉપલબ્ધતા હોવાના કારણે સોલાર પ્લાન્ટ માટે ખૂબ સાનુકૂળ પરિસ્થિતિ છે. બીજું કે પવન ઉર્જા માટે પણ અનુકૂળ વાતાવરણ છે. ગુજરાત રાજ્ય સ્થાપિત ઉધોગોને સોલર પ્લાન્ટ માટે જમીનની વિશાળ જરૂરિયાત છે. ટૂંક સમયમાં સરકાર તરફથી આવી રહેલ નાના સોલર પ્લાન્ટ(500 KW  થી 2000 KW )ની પણ યોજના છે. ઉત્પાદીત આ વીજળી સરકાર ખરીદશે તેવું સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.અરવલ્લી જિલ્લામાં સિમલીયા અને મુલોજ ગામ પાસે વિશાળ સોલાર પ્લાન્ટ ઉભો કરવામાં આવનાર છે. ત્યારે અરવલ્લીમાં સોલાર પાવર ઉપર ખૂબ જ ધ્યાન કેન્દ્રીત વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના કારણે વીજ ઉત્પાદન કુદરતી સૂર્યશક્તિથી થશે જે ખૂબ જ ઓછા દરે પેદા થઈ શકે છે. જે વીજ ઉત્પાદન થશે તે સોલાર પ્લાન્ટ નાખનાર સરકારને સસ્તા દરે વીજળી વેચશે જેના કારણે ઉદ્યોગો, રહેણાંક વિસ્તારો તેમજ અન્ય કોમર્શીયલ એકમોને સસ્તા દરે વીજ પુરવઠો મળી રહેશે.

Contribute Your Support by Sharing this News: