ખેડા – સમસ્ત દેશમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધતાં હોવાના કારણે કેટલાક રાજ્યોમાં લોક ડાઉન લંબાવવામાં આવ્યું છે .ગુજરાતમાં પણ કોરોના કેસ વધતાં હોવાથી કેટલાક શહેરો , તાલુકા મથક અને ગામડાઓમાં પણ સવારથી બપોર સુધી જ બજાર ખુલ્લા રાખવામાં આવે છે.આટલી મોટી સંખ્યામાં કેસ વધી રહ્યા હોવા છતાં પ્રજા નિયમોનું પાલન કરવામાં કરકસર કરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણ ને નિયત્રંણ લેવા માટે , પ્રજાને સાવધાની અને સલામતી રાખવા અંગેની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડીને અટકાવવા પગલાં લેવા સહિયારા પ્રયાસથી કામ કરવા માટેની બેઠક કરવામાં આવી હતી.આ માટેની તમામ માહિતી આપવામાં આવી હતી. ખેડા જીલ્લા વહીવટી તંત્ર અને સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના સયુંકત પ્રયાસથી મીટીંગ આયોજન કરવામાં આવ્યું હતું.ખેડા જીલ્લાના રમત ગમત વિકાસ અધિકારી અક્ષયભાઈ મકવાણા,ખેડા જીલ્લા સંયોજક પ્રણવભાઈ સાગર ,ખેડા જીલ્લાના સહ વાલી નિલેશભાઈ પટેલ, કપડવંજ શહેર સંયોજક નિલેશ શર્મા ,કપડવંજ તાલુકાના સંયોજક ભરતભાઈ પરમાર, સુનિલ પંચાલ, પર્વતસિંહ ઝાલા અને કઠલાલ શહેર અને તાલુકાના સંયોજક હર્ષ શર્મા ભવાનસિહ ઝાલા જનક પરમાર અને સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ના સભ્યો હાજર રહ્યા.

Jaydip Darji – Kheda

Contribute Your Support by Sharing this News: