પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી સાહેબ, સરહદી રેન્જ,  કચ્છ ભુજ  તથા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુરનાઓએ આપેલ  સુચના અન્વયે પો.ઇન્સ. જે.બી.ચૌધરી થરાદ પો.સ્ટે. તથા  I/C પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે.પાટડીયા એસ.ઓ.જી. પાલનપુર નાઓના માર્ગદર્શન આધારે  એસ.ઓ.જી.ટીમના  એ.એસ.આઇ કાન્તીભાઈ, હેડ.કો.ગીરીશભારથી,હેડ.કો.વનરાજસિંહ,હેડ.કો.દિલીપભાઈ, પો.કો. સંજયસિંહ, પો.કો.ભોજુભા, પ્રવીણભાઈ તથા બેચરભાઈ  વિ. પોલીસ સ્ટાફના માણસો આજરોજ ધાનેરા   પો.સ્ટે. વિસ્તારમાં એસ.ઓ.જી લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ.કો. ગીરીશભારથી ગલબાભારથી નાઓ ને મળેલ બાતમી હકીકત  આધારે (૧) અશોકભાઈ દેવીદાસ સાધુ તથા (૨) બબાભાઈ વાહતાભાઈ દેસાઈ બન્ને રહે.સનવાલ તા.વાવ વાળાઓના રહેણાંક ઘરમાં ગેરકાયદેસર રીતે રાખેલ પોસડોડા  ૧૦૧.૫૧૦ કીલો ગ્રામ  કિંમત રૂ.૩,૦૪,૫૩૦/- નો એમ કુલ મુદ્દામાલ ૩,૧૬,૫૮૫/- ના મુદ્દામાલ સાથે  સદરહુ બંને ઈસમો વિરુદ્ધ NDPS એકટ ક.૧૫(સી),૨૯ મુજબ ધાનેરા પો.સ્ટે.ગુનો રજીસ્ટર કરાવેલ છે.