ગરવી તાકાત,અરવલ્લી: અરવલ્લી પર્વતમાં અલગથી ટોચ પર આવેલ સુંધાજી મંદિર આસ્થા શ્રદ્ધા સહિત કુદરતના વિવિધ રૂપો નિહાળવાનું તીર્થધામ અને પ્રવાસનું સ્થળ પણ છે. રાજસ્થાનના જાલોર જિલ્લામાં જસવંતપુરા નજીક આવેલ શ્રી સુંધા ચામુંડા માતાજી નું મંદિર સુંધાજીના નામથી પ્રચલિત છે. સુંધામાતા મંદિર અરવલ્લી પર્વત ની ગીરીમાળાઓ વચ્ચે અલગ થી પહાડની ટોચ પર માતાજી બિરાજમાન છે. ચામુંડા માતા ઘણા બધા લોકોની કુળદેવી છે. ગુજરાતમાં ચોટીલા માં ચામુંડા માતા સિંહ પર બિરાજમાન છે. તેવી જ રીતે રાજસ્થાનમાં ચામુંડા માતા સુંધાજી ધામે બિરાજમાન છે. પરંતુ અહીંયા માતાજીની અલગ જ મૂર્તિ છે. અહીંયા માતાજીનું મસ્તક વાળી મૂર્તિ છે. અરવલ્લીની પહાડીમાં અલગ થી આવેલ માં સુંધા ચામુંડા માતાનું મંદિર પવિત્ર સ્વચ્છ સુંદર અને પ્રકૃતિના વિવિધ રૂપો નિહાળવાનું તીર્થધામ સહિત પ્રવાસ સ્થળ પણ છે. રાજસ્થાનના આબુરોડ રેવદર જસવંતપુરા થઈ સુંધાજી પહોચે છે.
આ પણ વાંચો – અંબાજી મંદિરમા ઇન્દોર ના ભક્ત દ્વારા 11 લાખ 38 હજાર નું છત્ર દાન કરાયુ
ગુજરાત અને રાજસ્થાનના લાખો શ્રદ્ધાળુઓ દર પૂનમે માતાજીના દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરવા પહોંચે છે. દર્શન અર્થે શિખર પર પહોંચવા માટે નવીન પાવડીઓ અને સહેલાઈથી ચઢી શકાય તેવો માર્ગ છે. પગથિયાં ના ચઢવા હોય તો ઉડન ખટોલા અને રોપવે પણ ઉપલબ્ધ છે. જેથી વૃદ્ધ અશક્ત અને નાંનાં બાળકો પણ સેહલાઈ થી દર્શન કરવા શિખર ની ટોચ પર જઇ શકે છે. આ મંદિર અતિ પ્રાચીન છે. સુંધા પર્વતમાળાની ટોચ પર આરસ પથ્થર ની અદભુત કલાકૃતિ ધરાવતા મંદિર માં એક ગુફા ની અંદર માતાજી બિરાજમાન છે. દર્શન કરવા માટે દર્શનાર્થીઓએ ઝૂકીને ગુફામાં પ્રેવશ મેળવી ને માતાજીના ના આશીર્વાદ મેળવે છે. મંદિર ના પાછળના ભાગમાં માટીનો એક મોટો ઢગ છે. જે માટીના ટીલા કે તિલક તરીકે ઓળખાય છે. પહાડો ની વચ્ચે માટીનો એટલો મોટો ટીલો એક કુદરતી અજાયબી છે. એવું કહેવાય છે લાખો લોકો આ માટીના તિલક ઉપર ચઢે અને લપસણી ખાતા ઉતરે છે પરંતુ આજ દિન સુધી તે તિલકની માટી ઓછી થઈ નથી. તિલકની પાસમાંથી એક ઝરણું વહે છે. જે મંદિર ની બિલકુલ નજીક થી અને છેક પર્વત ની ટોચ થી લઈ ને નીચે સુધી બારે માસ આ ઝરણું ઓછી વધુ માત્રામાં ચાલુ જ રહે છે. અને ચોમાસાની ઋતુમાં સુંધા માતાનું મંદિર એકદમ લીલીછમ હરિયાળી પાવન વાતાવરણને વધુ સોહામણું અને અતિ મનમોહક બનાવી દે છે. દર્શનાર્થીઓ માટે કુદરત નું આ અદભુત દ્રશ્ય મનને વધું પ્રફુલ્લિત બનાવે છે. લોકડાઉનના લાંબા સમયગાળા બાદ મંદિર ખુલતાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે અને પ્રકૃતિના ના ખોળે આવેલ ધામે દર્શન માટે ઉમટી પડ્યા છે.