ચોખાના પાણીના ઘરેલુ ઉપાય તમારી ત્વચાની ખોવાયેલી ચમક પાછી લાવી શકે છે

December 30, 2021

શિયાળાની ઋતુમાં, તીવ્ર સૂર્યપ્રકાશ અને ઠંડીને કારણે, ત્વચા તેની ચમક ગુમાવવા લાગે છે. જેના કારણે ત્વચા નિસ્તેજ, શુષ્ક અને અકાળે વૃદ્ધ દેખાવા લાગે છે. તમે સ્કિન પર ગમે તેટલી પ્રોડક્ટ્‌સનો ઉપયોગ કરો, જાે તમે સ્કિન ટોનિંગ નહીં કરો તો તમારી ત્વચા પર ખુલ્લા છિદ્રોની સમસ્યા હંમેશા રહેશે. સાથે જ તમારી ત્વચાને ખીલની સમસ્યાનો સામનો કરવો પડશે એટલું જ નહીં, મેકઅપ કર્યા પછી પણ તમારો ચહેરો મુલાયમ દેખાશે નહીં.આવી સ્થિતિમાં ચોખાના પાણી ના ઘરેલુ ઉપાય તમારી ત્વચાની ખોવાયેલી ચમક પાછી લાવી શકે છે. આવો જાણીએ ચોખાના પાણીના ફાયદા?

સૌંદર્ય નિષ્ણાંતોના મતે સૂર્યપ્રકાશમાં લાંબા સમય સુધી બેસી રહેવાથી તમારી ત્વચા ખૂબ જ નિસ્તેજ બની શકે છે. માત્ર ઉનાળાની ઋતુમાં જ નહીં, શિયાળામાં પણ તમારે સનસ્ક્રીન લગાવ્યા વિના તડકામાં ન બેસવું જાેઈએ. ટેનિંગને કારણે ત્વચા ખૂબ જ નિસ્તેજ થઈ જાય છે. આવી સ્થિતિમાં તમારે ચોખાના પાણીના ટોનરનો ચોક્કસ ઉપયોગ કરવો જાેઈએ.

સૌથી મહત્વની વાત એ છે કે, જાે તમારા ચહેરા પર પિમ્પલ્સ અથવા નિશાન છે, તો થોડા દિવસોમાં તમને ચોખાના પાણી ના ટોનરનો ઉપયોગ કરવાની અસર દેખાવા લાગશે. આ સાથે, તમને જૂનામાં જૂના નિશાન પણ ઠીક થવા લાગશે.

જાે તમારી ઉંમર ૩૦ વર્ષથી વધુ છે, તો તમારે ચોખાના પાણીના ટોનરનો ઉપયોગ કરવો જ જાેઇએ. આના કારણે, વૃદ્ધત્વની અસર ઓછી થવા લાગશે અને તમારી ત્વચા પહેલા કરતા વધુ કડક દેખાશે. આવી સ્થિતિમાં તમારે ચોખાના પાણીના ટોનરનો ચોક્કસ ઉપયોગ કરવો જાેઈએ.
જાે તમારી ત્વચા શિયાળામાં ડ્રાય થઈ રહી છે, તો તમારે ચહેરા પર કુદરતી ચમક મેળવવા માટે ચોખાના પાણીના ટોનરને અજમાવવું જાેઈએ. ચોખામાં વિટામિન-બી હોય છે, જે ત્વચાને રિપેર કરે છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0