થરા રાણકપુર હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા પશુપાલક અને ત્રણ ભેંસોના મોત  

શેર કરવા અહીં ક્લિક કરો.

થરા રાણકપુર વચ્ચે વહેલી પરોઢ માં ભયંકર અકસ્માત થયો હતો અકસ્માત એક વ્યક્તિ એને ત્રણ પશુના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા 

ગરવી તાકાત, મહેસાણા તા.10 – માહિતી મુજબ સાંતલપુર તાલુકાના આતરનેસ ગામના ભરવાડ સવાભાઈ ભેમાભાઈ રહે આંતરનેશ તાલુકો સાંતલપુર..જિલ્લો પાટણ જેઓ કાંકરેજ તાલુકા ના ઉચરપી ગામથી તેઓના વતન તરફ઼ ચાર ભેંસો અને બે ગાય લઇ ને વતન તરફ઼ પરત આવી રહ્યા હતાં અને રાત્રી રોકાણ થરા વાળીનાથ મંદિર ની જગ્યા માં કરિને વહેલી પરોઢ ના આશરે પાંચ એક વાગે પોતાનાં વતન તરફ માલ ઢોર લઇને નીકળતા થરા રાણકપુ પાસે એક અજાણ્યા વાહન ચાલક અડફટે માં લેતા ઘટના સ્થળે સવાભાઇ ભરવાડ ઉ વર્ષ 45 નું મૃત્યુ થયું હતું.
અને ત્રણ ભેંસો ઘટના સ્થળે મોત થયેલ અન્ય બે ઘાયલ ગાયો ને ભાભર પાજરા પોળ ખાતે અને એક ભેંસ ને થરા ઋણી પાજારા પોળ ખાતે સારવાર માટે મોકલેલ ઘટનાની જાણ થરા પોલીસ સ્ટેશન કરતા થરા પોલીસ ઘટના સ્થળે આવી ને મૃત્યુ પામેલ ભરવાડ સવાભાઈને થરા રેફરલ હોસ્પિટલ ખાતે ભલગામ ટોલ એબ્યુલન્સ દ્વારા પી એમ અર્થે ખસેડવામાં આવી હતી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી…હતી આ ઘટના ની જાણ તેના પરિવાર ને થતા થરા રેફરલ હોસ્પિટલ આવી પહોંચ્યો હતો એને દુઃખ વ્યક્ત કયુઁ હતું
શેર કરવા અહીં ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit exceeded. Please complete the captcha once again.

You cannot copy content from this website.