ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં ઠેર – ઠેર દર ગુરૂવારે શ્રી જલારામ બાપાનાં ભજન સત્સંગ નો કાર્યક્ર્મ અવિરત ચાલી રહ્યો છે.ત્યારે તા.૨૮/૦૪/૨૦૨૨ ને ગુરૂવાર ના રોજ રાત્રે ૮.૩૦ થી ૧૧ કલાક સુધી ગીરીશભાઈ એ.પટેલ,અલ્કેશભાઈ ચૌધરી, વસંતભાઈ પટેલ દ્વારા ઘેઘુરવડ થી પ્રખ્યાત તાણા ખાતે ચામુંડા માતાજીના સાનિધ્યમાં આવેલ નવનિયુક્ત ગિરિરાજ ગ્રીન સોસાયટીમાં શ્રી જલારામ
બાપાના ભજન-સત્સંગ યોજાયેલ.ભજન કીર્તનમાં શ્રી જલારામ ભક્ત મંડ
ળના રમીલાબેન ઠક્કર વડાવાળા, અંજુબેન બી.ઠક્કર,તરૂંણાબેન ઠક્કર,રમીલાબેન ઠક્કર માનપૂરાવાળા,શિલ્પાબેન ઠક્કર, અલ્કાબેન ગોક્લાણી,વર્ષાબેન ઠક્કર શાકભાજીવાળા,હરિભાઈ એમ.સોની,યોગેશભાઈ રમેશભાઈ ઠક્કરના મુખારવિંદે તેમજ તબલા વાદક રવિ જોષીના તાલે,કીબોર્ડ માસ્ટર ધનેશ રાણાના સૂરો સાથે શ્રી જલારામ બાપાનાં ભજન સતસંગનો કાર્યક્ર્મ યોજાયો હતો. આ પાવન પ્રસંગે ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી તથા કાંકરેજ તાલુકા ધારાસભ્ય અને ખારીયાના

પનોતાપુત્ર કીર્તિસિંહ પી.વાઘેલા, બનાસ બેંકના પૂર્વ ચેરમેન તથા થરા માર્કેટયાર્ડ ના ચેરમેન અણદાભાઈ પટેલ,કાંકરેજ
તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ તેજાભાઈ દેસાઈ વડા, અચરતલાલ ઠક્કર,થરા નાગરિક મંડળીના મેનેજર તરૂણભાઈ વી. ઠક્કર,નિરંજનભાઈ એ.ઠક્કર, રાજુભાઈ ઠક્કર લાટી,કનુભાઈ પ્રજાપતિ બનાસ તેમજ શ્રી જલારામ બાપા ના ભાવિક ભક્તો,ભાઈઓ- બહેનો, માતાઓ,વડીલો બાળકો તેમજ જલારામ મંદીર થરાના ટ્રસ્ટી ગણ સહિત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તજનોએ આ કાર્યક્રમ લાભ લીધેલ.ખૂબ જ સરસ ભક્તિમય વાતાવરણમાં સૌને આનંદ આવેલ તેમજ આ કાર્યક્રમ મા પધારેલ સૌનો ગીરીશભાઈ એ.પટેલે ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
તસ્વીર અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેહ