વઢિયારની ધીંગી ધરામાં આવેલ સુપ્રસિદ્ધ જૈન તીર્થ શંખેશ્વર ખાતે 108 પાર્શ્વ ભક્તિવિહાર ના આંગણે પ. પૂ.શ્રી ગુરુ પ્રેમના આજીવન ચરણો ભાસક પ. પૂ.આચાર્ય શ્રી કુલચંદ્ર સૂરીશ્વરજી (કે.સી.) મ.સા ના સુશિષ્યરત્ન પ.પૂ. મુનિશ્રી કુલ દર્શન વિજયજી મ.સા.ના પદ પ્રદાન અવસરે ચાલી રહેલા ગચ્છ ગૌરવ ઉત્સવ અંતર્ગત ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર દેવાયતભાઈ ખવડ નો લોકડાયરો યોજાયો હતો ધર્મનગરી શંખેશ્વર ને આંગણે આચાર્ય ભગવંતોની નિશ્રામાં યોજાયેલ લોક ડાયરામાં ધર્મ, સંસ્કૃતિ સંસ્કાર અને દેશભક્તિની વાતો સાથે લોકસાહિત્યના અને ચારણી સાહિત્ય ની રમઝટ બોલાવવામાં આવી હતી. પ્રેમ પરિવાર અને શંખેશ્વર ચારણ સમાજ દ્વારા દેવાયતભાઈ ખવડ નું સન્માન કરવામાં આવ્યું હતું. ગચ્છ ગૌરવ ઉત્સવ અંતર્ગત યોજાયેલ લોકડાયરામાં જૈન ભક્તો સહિત શંખેશ્વર અને વઢિયાર પંથકમાંથી મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહી સાહિત્યનું રસપાન કર્યું. સમગ્ર લોકડાયરાનું સંચાલન શંખેશ્વર ના જાણીતા સાહિત્યકાર ભગવતદાન ગઢવીએ કર્યું હતું. તારીખ 29 જાન્યુઆરી ના રોજ સુપ્રસિદ્ધ સાહિત્યકાર માયાભાઈ આહીરનો લોકડાયરો યોજાશે. કાર્યક્રમને સફળ બનાવવા અશ્વિનભાઈ રાવલ અને સમગ્ર પ્રેમ પરિવાર ની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

તસ્વીર અહેવાલ: દિલીપસિંહ જાડેજા શંખેશ્વર 

Contribute Your Support by Sharing this News: