ધનસુરા તાલુકાના વડાગામ ગામે મહાકાલી માતાજીના મંદિરે 10 મો પાટોત્સવ યોજાયો હતો. જેમાં સવારે ૯ વાગે નવચંડી યજ્ઞ નો પ્રારંભ થયો હતો અને સાંજે પાંચ વાગે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર ધીરુભાઈ જાડેજા, પંકજભાઈ પટેલ, અને તેજાભાઈ વાણંદ અને સમગ્ર મહાપ્રસાદના દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને મંદિરના પૂજારી કનુભાઈ જોષી દ્વારા મહાકાળી માતાજીને અલૌકિક શણગાર કરાયો હતો અને નવચંડી યજ્ઞ હવન માં મુખ્ય યજમાન તરીકે બળવંતસિંહ તેમજ સહ યજમાન રાકેશભાઇ પટેલ તેજાભાઈ વાળંદ અને કિશનભાઇ જોષી દ્વારા શાસ્ત્ર મંત્રોચ્ચાર કર્યા હતા.તસ્વીર – અહેવાલ તરૂણ પુરોહિત

Contribute Your Support by Sharing this News: