મહેસાણા જીલ્લામાં આવેલ રબારી કોમ્યુનીટીની ગુરૂગાદી તરભની વાળીનાથ અખાડાના મહંત બળદેવગીરીની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે ભવ્ય ભંડારો યોજાવાનો છે. તેઓ ગત 24 ડિસેમ્બરના રોજ અવસાન પામ્યા હતા. તેમની પુણ્ય તિથિ નિમિત્તે સમાધીની પુજા બાદ ભોજન, સાંજે આરતી તથા રાત્રે 9 કલાકે લોક ડાયરાનુ આયોજન કરવામાં આવેલ છે.
રબારી કોમ્યુનીટીની સાથે શિક્ષણની જ્યોત જલાવનાર બળદેવગીરી બાપુના ભંડારામાં અનેક રાજકીય તથા બિન રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેનાર છે. જેમાં જયરામગીરી બાપુ તેમજ કોઠારી સ્વામી તરીકે દશરથગીરી બાપુના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાશે. આ ભંડારાના દાતાઓ લલુતરા પરિવાર વિસનગર લાલજીભાઈ પ્રભાતભાઈ, કનુભાઈ પ્રભાતભાઈ છે.

મહંત બળદેવગીરીની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે ગુરૂગાદીએ યોજાવા જઈ રહેલ કાર્યક્રમમાં ધારાસભ્યો, સામાજીક તથા અન્ય બિન રાજકીય નેતાઓ સહીત રબારી સમાજ ના આગેવાનો, સંતો મહંતો. ભુવાજીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ ભંડારામાં રબારી કોમ્યુનીટીના લાખો લોકો ઉપસ્થિત રહેવાની પણ સંભાવના છે.


