— ગુજરાત સરકારના પુર્વ મંત્રીશ્રી વિપુલભાઈ ચૌધરી અબૂઁદા સેનાની સભામા મુખ્ય અતિથિ રહ્યા.
ગરવી તાકાત સરસ્વતી પાટણ : સમાજના વિકાસ અને એકતા રાખવા માટે અને સમાજ મજબુત બને તે માટે ને સંગઠનની રચના દરેક સમાજ ના લોકો કરતા હોય છે.
તેવામા સરસ્વતી તાલુકા ના ભુતિયા વાસણ ગામે ગુજરાત અબૂદાઁ સેના ની મહા સભા યોજાઈ.આ સભા મા ગુજરાત સરકાર પૂવઁ મંત્રી સાગર ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ માનસીભાઈ ચૌધરી દ્વારા સભાને સંબોધવા માં આવી હતી.
આ સભામાં પશુપાલકો ખેડૂતો ચૌધરી સમાજના યુવાનો મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા.સભા માં ખેડૂતોના પશુપાલકો ના પ્રશ્નો યુવાનોને પડતી મુશ્કેલી અંગે ની ચર્ચા કરવામાં આવી હતી.
અબૂઁદા સેના ગુજરાત માં અબૂઁદા સેનાનું સંગઠન મજબૂત બને તે માટે પણ યુવાનોને હાકલ કરવામાં આવી હતી. સભા નું આયોજન ૨૪ ચૌધરી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.
તસવિર અને આહેવાલ : પરમાર ભુરાભાઈ — સરસ્વતી પાટણ