પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,બનાસકાંઠા

દિયોદર તાલુકાના સોની ગામે ખેતરમાંથી ફુવારાની ચોરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. જે બનાવની વિગત એવી છે કે દિયોદર તાલુકાના સોની ગામના નયનાબેન ચૌધરીના ખેતરમાં ઘૂસી કોઇ ચોર ઇસમોએ ખેતરમાંથી ફુવારા જે લોખંડના સળિયા સાથેના કુલ – ૧૭૫, કિ.રૂ.૨૧ હજારના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઇ જતા આ બાબતે પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અહેવાલ જયંતી મેતીયા પાલનપુર