ગરવીતાકાત પાલનપુરઃ અતિશય ગરમીના કારણે વારંવાર આગ લાગવાના બનાવો વધતા જાય છે.ત્યારે પાલનપુર એરોમા હાઇવે નજીક આવેલા પેટ્રોલ પંપ પર એક બાઇક ચાલક પેટ્રોલ ભરાવવા ગયો ત્યારે પેટ્રોલ ભરવાનું શરૂ કરતા જ બાઈકની ટાંકીમાં આગની જ્વાળાઓ ભડકી ઉઠી હતી. જેને લઇ પંપ પર અફરા તફરી મચી હતી. પેટ્રોલ પંપના અન્ય કર્મચારીઓ દોડી આવી ફાયરસેફ્ટીના સાધનોનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે બનાવમાં સદનસીબે જાનહાની ટળી હતી.