ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકાના મેઉ ગામે જુના ઝઘડાનું સમાધાન કરવા ભેગા થયેલા પિતરાઈ ભાઈઓ વચ્ચે મામલો બિચકતા મારામારી થઈ હોવાની ઘટના સામે આવી લોખંડની પાઈપ અને કડા વડે થયેલા આ હુમલામાં પિતા-પુત્ર બંને લોહીલુહાણ થતા તેમને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા લાંઘણજ પોલીસે આ મામલે પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી મૂળ મહેસાણા ના મેઉ ગામના અને હાલ ઝુલાસનમાં રહી સિક્યુરિટી ઇન્ચાર્જ તરીકે નોકરી કરતા મુકેશસિંહ ઈશ્વરસિંહ ઝાલા રવિવારે રાત્રે પોતાના વતન મેઉ ગયા.

ગામની ઊંડી શેરીના ચોકમાં તેમના પિતરાઈ ભાઈ ભૂપેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલા સાથે અગાઉ થયેલા ઝઘડાનું સમાધાન કરવા માટે કુટુંબી ભાઈઓ એકઠા થયા આ દરમિયાન વાતચીત ચાલતી ત્યારે ભૂપેન્દ્રસિંહ અચાનક લોખંડની પાઈપ લઈને ધસી આવ્યો અને ગાળો બોલી મુકેશસિંહના માથામાં પાઈપ ઝીંકી દીધી પિતાને બચાવવા વચ્ચે પડેલા 19 વર્ષીય પુત્ર મિતરાજ પર પણ અન્ય શખ્સોએ હુમલો કર્યો ભૂપેન્દ્રસિંહની સાથે આવેલા નરેન્દ્રસિંહ ઉર્ફે વિશાલ, વનરાજસિંહ, રાજ સૂરજ અને એક અજાણ્યા શખ્સે મિતરાજને ગડદાપાટુનો માર માર્યો.

જ્યારે અજાણ્યા શખ્સે હાથમાં પહેરેલું કડું મિતરાજના માથામાં મારી દેતા તેને પણ ગંભીર ઈજા પહોંચી હતી. આસપાસના લોકોએ વચ્ચે પડી વધુ મારમાંથી પિતા-પુત્રને બચાવ્યા હુમલાખોરો ‘આજે તો બચી ગયો, પણ જો ફરી ગામમાં આવીશ તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી નાસી છૂટ્યા ઈજાગ્રસ્ત પિતા-પુત્રને તાત્કાલિક લાંઘણજ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા જ્યાં બંનેને માથાના ભાગે ટાંકા આવ્યા મુકેશસિંહની ફરિયાદના આધારે લાંઘણજ પોલીસે ભૂપેન્દ્રસિંહ સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


