— જમીન વિવાદમાં બે લોકોના કરુણ મોત નિપજ્યાં હતાં :
— બુડાસણ ખાતે અઢી મહિના પૂર્વે જમીન વિવાદમાં માથાકૂટ થઈ હતી :
ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકાના બુડાસણ ગામના વતની અને અમદાવાદ ખાતે રહેતા સુખદેવભાઈ શુકલ ને
વારસદારો દ્વારા જમીન વેચાણ આપી હતી અને દસ્તાવેજો કરીન આપતાં કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો જ્યારે વારસદારો દ્વારા સુખદેવભાઈની જાણ બહાર જમીન અન્ય ઇસમોને વેચી મારી હતી સુખદેવભાઈ દ્વારા જમીનનો દસ્તાવેજ કરી આપવાની વાત કરતા કેટલાક ઈસમો દ્વારા ઉશ્કેરાઈ જઈને ધોકા અને પાઈપો વડે હુમલો કરાતા સુખદેવભાઇનુ મોત નિપજ્યું હતું અને મૃતકના ભાઈ તેમજ ખેત મજુરને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં કડી પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી

કડી તાલુકાના બુડાસણ ખાતે સર્વે નં 291 અને 292 નો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો જ્યાં સુખદેવભાઈ શુકલને જમીન વેચાણ આપી હતી બાદમાં વારસદારો દ્વારા કલોલના રાજેશ પટેલેને સુખદેવભાઈ શુકલના વારસદારો દ્વારા દસ્તાવેજ કરી આપતાં કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો બુડાસણની જમીન વિવાદમાં જમીન સ્થળ ઉપર આજથી અઢી મહિના પૂર્વે માથાકુટ થઇ હતી જેમાં સુખદેવભાઈ શુકલ નું મોત નીપજ્યું હતું અને બાદમાં ઇજાગ્રસ્ત તેમના ભાઈ લાબી સારવાર બાદ ગૌતમભાઈ શુકનનું મોત નિપજ્યું હતું જ્યાં કડી પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી
— મુખ્ય આરોપી ન પકડાતા પરિવારજનો બેઠા ઉપવાસ પર :
કડી તાલુકાના બુડાસણ ખાતે જમીન વિવાદમાં થોડાક મહિનાઓ પૂર્વે જમીન સ્થળ ઉપર માથાકૂટ થઈ હતી જેમાં બે આધેડના મોત નીપજ્યાં હતા અને પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે કેટલાક આરોપીને ઝડપી પાડયાં હતા પરંતુ મુખ્ય આરોપી ન ઝડપાતા સુખદેવભાઈ તેમજ ગૌતમભાઈના દીકરા તેમજ તેમના પત્ની સહિત પરિવારજનો શુક્રવારે કડી પોલીસ સ્ટેશન ખાતે આમરણ ઉપવાસ ઉપર બેઠા હતા અને ગૌતમભાઈ ના પુત્રએ જણાવ્યુ હતુ
કે આજથી અઢી મહિના પૂર્વે બુડાસણ ખાતે આવેલ અમારી જમીનમાં કલોલના રાજેશ પટેલ ઉર્ફે રાજુ બાટા અને તેમના માણસો દ્વારા મારા પિતા અને કાકાની હત્યા કરી નાખવામાં આવી હતી અને હજુ સુધી મુખ્ય આરોપી ન પકડાતા અમે માગણી કરીએ છીએ કે મુખ્ય આરોપીને જેલ હવાલે કરો અને જ્યાં સુધી મુખ્ય આરોપી પકડાશે નહીં ત્યાં સુધી અમે કડી પોલીસ સ્ટેશન ખાતે આમરણ ઉપવાસ ઉપર બેસીશું
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી