ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૦૩)

મહેસાણા નજીક વડોસણ ગામમાં શ્રી સેંધણી માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે, ગ્રામજનોના જણાવ્યા અનુસાર મંદિર ૬૦૦ વર્ષ કરતાં પણ પુરાણુ અને ઐતિહાસિક છે, સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી સેંધણી માતાજી તથા શ્રી ચામુંડા માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજરોજ મંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા સમસ્ત દિવસ દરમિયાન યજ્ઞશાળા નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બહુચરાજી ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોર સહિત આજુબાજુના પચાસ ગામના ઠાકોર સમાજ તથા અન્ય સમાજના રાજકીય, સામાજીક આગેવાનોએ હાજરી આપી માતાજીના આશિર્વાદ લીધા હતા ત્યારબાદ સંપૂર્ણ ગ્રામજનો નો ભોજન સમારંભ પણ યોજાયો હતો, રાત્રીના ભવ્ય રાસ ગરબાનો રંગારંગ કાર્યક્રમ છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો ગરબાની રમઝટ બોલાવશે, જેમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે.

તસ્વીર અહેવાલ અંકુર ચૌધરી મહેસાણા 

Contribute Your Support by Sharing this News: