ગરવી તાકાત કાંકરેજ : પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે સતત પ્રયત્નશીલ રહીને પાંચ વર્ષ અને ત્રણ મહીના સુધી ગ્રામ સેવક તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે સ્વૈચ્છિક માંગણી કરી ને અમદાવાદ ખાતે જિલ્લા પંચાયત ખાતે બદલી થતાં વીદાય સમારંભ યોજાયો હતો જેમાં તાલુકા પંચાયત ના કર્મચારીઓ અને આઈ આર ડી ના કર્મચારીઓ એ સાલ ઓઢાડી સન્માન કરાયું હતું અને મોં મીઠું કરાવી ભાવભીની વિદાય આપી હતી.
જોકે અમદાવાદ જીલ્લા પંચાયત કચેરી માં હાજર થવા માટે આદેશ અપાયો છે અને ગત તારીખ ૩/૦૮/૨૦૨૨ ના રોજ તેમની બદલી થતાં વીદાય સમારંભ યોજાયો હતો જેમાં ઈ tdo જીગર ચૌધરી અને ભીખાલાલ મોદી સહિત આઈ આર ડી ના મુકેશ પરમાર દ્વારા એમની કામગીરી બિરદાવી હતી અને સાકર સાલ ઓઢાડી સન્માન કરાયું હતું અને એમનું સ્વાસ્થ્ય સારું રહે તેમજ જે રિતે કાંકરેજ તાલુકા પંચાયત કચેરી માં કર્મનિષ્ઠ કાર્ય કરી ને ફરજ બજાવી હતી એવી રીતે જેતે સ્થળ પર નિમણુંક કરવામાં આવે ત્યાં લોકોના પ્રશ્નો અંગે ધ્યાન કેન્દ્રિત કરી ને સુંદર કામગીરી કરવામાં આવે તેવી આશા સાથે શુભેચ્છા પાઠવી હતી
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ