ગરવીતાકાત,બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કુવારવા રાજવિદ્યા આશ્રમમાં કાંકરેજ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી કે. એન.પટેલ નો વિદાય સમારંભ યોજાયો હતો ત્યારે તાલુકા વિકાસ અધિકારી બી.સી.ઝાલા .અનિલભાઈ ત્રિવેદી. નાથાભાઈ જોષી. એમ.એચ.ઝાલા સહીત બક્ષીપંચ મોરચો બનાસકાંઠા જિલ્લાના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ પટેલ અને પાટણ સંદેશ ના તંત્રી અંબારામભાઈ રાવલ સહિત તમામ ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અંબારામભાઈ રાવલે ચાંદી ની મૂર્તિ ભેટ આપી હતી ત્યારે તાલુકા પંચાયતના સ્ટાફે કનુભાઈ પટેલનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને કાંકરેજ તાલુકા પંચાયતના ની તમામ શાખાઓ ના કર્મચારીઓ એ સાલ મુમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું અને કનુભાઈ પટેલની કાંકરેજ માં સૌ પ્રથમ ગ્રામસેવક થી લઈ વિસ્તરણ અધિકારી તરીકે સતત 12 વર્ષ સુધી લોકોને સેવા આપી છે ત્યારે કુવારવા આશ્રમમાં ખુબજ સુંદર રીતે વિદાય આપી હતી ત્યારે કર્મચારીઓ એ ભાવભીનું સ્વાગત પ્રવચન કરી વિદાય આપી હતી અને કાર્યકમનું જોરાભાઈ દેસાઈ શિક્ષક આંબલી વાસ એ કર્યું હતું અને આભારવિધિ પ્રકાશભાઈ ચૌધરી તલાટી એ કરી હતી….