મુંબઈથી રાજસ્થાન જતા પરિવારને ઘરે ઢુંઢનો પ્રસંગ હોવાથી ઘરે જતી વખતે નડ્યો અકસ્માત

શેર કરવા અહીં ક્લિક કરો.

— દાંતીવાડા તાલુકાના આરખી નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા   ગાડીમાં બેઠેલ એકનું મોત, બે ઘાયલ

ગરવી તાકાત પાલનપુર :  દાંતીવાડા તાલુકાના આરખી પાસે મુંબઈથી પોતાના વતન રાજસ્થાન જઇ રહેલા પરિવારને વહેલી સવારે ચાર વાગ્યાના સમયગાળામાં ગુંદરી તરફથી આવતા અજાણ્યા વાહન ચાલકે રોંગ સાઇડમાં આવી ફરીયાદીની સ્વીફટ ગાડીને આગળ ના ભાગે ટક્કર મારતાં સ્વીફટ ગાડીનો ડ્રાઇવર વિક્રમસિંહે સ્વીફટ ગાડી ઉપરથી કાબુ ગુમાવતાં રોડની સાઇડમાં ગાડી પલ્ટી ખાઈ જતાં ગાડીમાં બેઠેલ ફરિયાદીના પત્ની પારસકુંવર પૃથ્વીરાજ રામદાનજી જાતે.ચારણ ઉ.વ .૪૮ મુળ રહે. કરેલી તા.રેવદર જી શિરોહી રાજ.
હાલ રહે.બી ૨૦૪ ચંદ્રામૃતી બી.પી શેડ નીયર ગુરૂકૃપા હોસ્પીટલ ભાઇન્દીર  મહારાષ્ટ્રવાળી કારમાં બેઠેલ એકનુ ઘટના સ્થળે મોત થયું હતું તેમજ ડ્રાઇવર તેમજ પાછળ બેઠેલ ડ્રાઇવર અને પિતાને ઇજા થતાં તેમને પાંથાવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા વધુ ગંભીર ઈજા થતાં પાલનપુર ખાતે ખસેડાયા હતા. મરણ જનારને પી.એમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા — પાલનપુર
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.