લીંબડી તાલુકાના બળોલ ગામે સાત વર્ષોથી તબીબી ડીગ્રી વગર પ્રેકટીસ કરતો ઘોડા ડૉક્ટરને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. બળોલ ગામના ભોળા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડૉક્ટર પાસેથી ૩૪ પ્રકારની એલોપેથી દવાનો જથ્થા સાથે ૧૦ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે
છેવાડાના ગામોમાં ડીગ્રી વગરના ડૉક્ટરો ક્લિનીકના નામે હાટડીઓ ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યાની વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં રાખી ર્જીંય્ ટીમે લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગની કામગીરી હાથ ધરી હતી. બળોલ ગામે ડીગ્રી વગર પોતાને ડૉક્ટર ગણાવી એક વ્યક્તિ પ્રેક્ટિસ કરી રહ્યો હોવાની બાતમી મળી હતી. ર્જીંય્ પીઆઈ વી.વી.ત્રીવેદીની સુચના મુજબ મગનભાઈ રાઠોડ, યોગેન્દ્રસિંહ ચુડાસમા, ગોપાલભાઈ પરમારે બાતમીના સ્થળે દરોડો પાડ્યો ત્યારે કોઈ પણ પ્રકારનું તબીબી સારવાર અંગેનું સર્ટિફિકેટ વગર લોકોમાં પોતે ડૉક્ટર હોવાનું જણાવી સારવાર કરતો વેસ્ટ બંગાળ, જિ.નદીયા, તા.તાદેરપુર, મુગરાઈલ ગામનો પરિતોષ દુલાલ રોયને ઝડપાઈ ગયો હતો
ધો.૧૨ ભણી દવાખાનું ચલાવતા ઘોડા ડૉક્ટર પરિતોષ પાસેથી ૩૪ પ્રકારની એલોપેથી દવા કબજે કરવામાં આવી હતી. રૂ.૧૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી બોગસ ડૉક્ટરને પાણશીણા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડૉક્ટર પરિતોષ રોયને બળોલ ગામથી જ પાણશીણા પોલીસે ૧૨ હજારથી વધુની એલોપેથી દવાઓના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. એકવાર પકડાયા પછી થોડો સમય શાંત બેસી બોગસ ડૉક્ટર પરિતોષે ફરી પાછા દવાખાના નામે પોતાની હાટડી ખોલીને ગામડા ભોળા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું શરૂ કરી દીધું હતું.
(ન્યુઝ એજન્સી)