ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હવે પછીની સંપૂર્ણ પરિક્ષા પેપર લેસ પ્રક્રિયાથી લેવામાં આવશે
પરિક્ષાર્થી કે ઉમેદવારે નિયત કરાયેલાં કોમ્પ્યુટર માટેની એજન્સી ગૌણ સેવા પસંદગી મંડળે નક્કી કરી છે
બીટ ગાર્ડની પરિક્ષા પણ ઓનલાઈન પદ્ધતિથી ગૌણ સેવા પસંદગી મંડળ લેશે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 29 – ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓની ભરતી કરવામાં આવતી હોય છે. જે પૈકી નક્કી કરાયેલાં ધારા ધોરણો મુજબ ગૌણ સેવા પસંદગી મંડળને આ ભરતીનો કાર્યભાર સોંપાયેલો છે. જે અંતર્ગત અત્યાર સુધી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ ભરતી કરવામાં આવી રહી છે. જોકે, છેલ્લાં કેટલાં સમયથી પરિક્ષાઓમાં થતા છબરડા, તેમજ પેપર ફૂટવાની એક બાદ એક ઘટનાઓ કે પછી એમ કહો કે છાશવારે થતાં પેપરકાંડને રોકવા સરકારે હવે કડક પગલાં લીધાં છે.
જેને ધ્યાને લઈને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરિક્ષા પદ્ધતિમાં મોટો ફેકફાર કરવાનો નિર્ણય લેવાયો છે. કોઈપણ વિદ્યાર્થી એટલેકે, ઉમેદવારને કોઈ અન્યાય ન થાય તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલાં નિર્ણય અનુસાર હવેથી પરિક્ષા ઉમેદવારોની સંખ્યાના આધારે એક દિવસથી વધુ પણ લેવાશે. પરિક્ષા પદ્ધતિમાં દિવસના ત્રણ પેપર કઢાશે.
એટલું જ નહીં હવે પછીની સંપૂર્ણ પરિક્ષા પેપર લેસ પ્રક્રિયાથી લેવામાં આવશે. પરિક્ષાર્થી કે ઉમેદવારે નિયત કરાયેલાં કોમ્પ્યુટર માટેની એજન્સી ગૌણ સેવા પસંદગી મંડળે નક્કી કરી છે. એક સાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરિક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દેશની પ્રતિષ્ઠિત ટીસીએસ કંપનીને પરિક્ષા માટેની જવાબદારી સોંપાશે. બીટ ગાર્ડની પરિક્ષા પણ ઓનલાઈન પદ્ધતિથી ગૌણ સેવા પસંદગી મંડળ લેશે. બીટ ગાર્ડ ની પરિક્ષા અંદાજીત એક સપ્તાહથી વધુ સમય ચાલશે જેમાં ૪.૫ લાખ ઉમેદવારો પરિક્ષા આપશે. વિવિધ સેન્ટરોમાં જઈને કોમ્પ્યુટર પર સંપૂર્ણ પરિક્ષા આપવાની રહેશે.