-
પી.એમ. મોદી પીંપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જલ જીવન મિશન અમલીકરણ અંગે 2 ઓકટોબરે સીધો સંવાદ કરશે
-
ગ્રામજનો વડાપ્રધાન સાથેની ગ્રામસભા માટેની તૈયારીમાં લાગી ગયા, પી.એમ. શું વાત કરશે તેને લઈને લોકોમાં પણ ભારે ઉત્સુકતા
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ તા.૨ ઓક્ટોબરથી શરૂ થનાર સ્વચ્છતા અભિયાન સંદર્ભે યોજાનાર ખાસ ગ્રામસભા માટે બનાસકાંઠા ના પીંપળી ગામની પસંદગી કરાઈ છે જે ગામના સરપંચ સહિત ગ્રામજનો સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સીધો સંવાદ કરવાના હોવાથી ગામમાં ખુશી નો માહોલ છવાયો છે અને ગામમાં દિવાળી જેવો તહેવાર માની રહ્યા છે ગ્રામજનો અત્યારથીજ વડાપ્રધાન સાથેની ગ્રામસભા માટેની તૈયારીમાં લાગી ગયા છે.
તા.2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જયંતિ પ્રસંગે જિલ્લાભરમાં સફાઇ અભિયાન સહિત ખાસ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ખાસ ગ્રામસભા માટે પાલનપુર તાલુકાના પીંપળી ગામની પસંદગી કરાઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ગ્રામસભાઓ અંતર્ગત પીંપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કરશે.વડાપ્રધાન સવારે 11 કલાકે ગ્રામસભાઓને સંબોધન કરી માર્ગદર્શન આપશે અને તેનું જીવંત પ્રસારણ ગ્રામ પંચાયતોમાં થશે એવું આયોજન પંચાયત- ગ્રામવિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. અંદાજિત પચ્ચીસૌ થી વધુની વસતી ધરાવતું આ પીપળી ગામ સુંદર અને રળિયામણું છે. ગામના સરપંચ રમેશભાઈ પટેલે ગામને સ્વચ્છ સુંદર અને શિક્ષિત બનાવવા માટે અથાગ પ્રયાસો પ્રયાસો કર્યા છે. ગામમાં 100 ટકા શૌચાલય, દરેક ઘરે નળ દ્વારા પાણીની વ્યવસ્થા, ગામમાં સફાઈ માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે, કચરાના નિકાલ માટે ત્રણ જગ્યાએ ડમ્પિંગ સાઇટ પણ બનાવવામાં આવી છે તો વળી આ ગામમાં એક પણ ખુલ્લી ગટર નથી જેથી મચ્છર જન્ય રોગનો ઉપદ્રવ પણ ગામમાં નહીવત જેટલો છે અને એટલેજ કોરોના મહામારી વખતે આ ગામ કોરોના થી મુક્ત થઈ શક્યું હતું જે તમામ બાબતોને ધ્યાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રામસભામાં જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કરશે. પીંપળી ગામની પસંદગી થતાં જ અત્યારે ગામમાં ખુશીનો માહોલ છવાયો છે અને સરપંચ અને ગ્રામજનો દ્વાર ગ્રામસભા માટેની વ્યવસ્થા કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુ વાત કરશે તે ને લઈને પણ લોકોમાં પણ ભારે ઉત્સુકતા છે.
સરપંચ શું કહે છે
પીપળી ગામના સરપંચ રમેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે ૨ ઓકટોબરના અમારા ગામની મોદી સાહેબની સીધા સંવાદની પસંદગી થઈ છે અમારા ગામમાં આંતરિક પીવાના પાણીની ગંભીર સમસ્યા હતી અગાઉથી તે અમે જલ જીવન થકી વાસમો દ્વારા નવીન પાણી પાઇપ લાઈન ની વ્યવસ્થા કરી એના માટે પાણીની સમસ્યા થી બહાર નીકળ્યા છીએ,100 ટાકા શૌચાલય યુક્ત અમારું ગામ છે,વેસ્ટ પાણીનું ગટર લાઈન દ્વારા ગામમાં બહાર ખુલ્લા પાણી કોઈ આવતું નથી સ્વચ્છ અને સુંદર અમારું ગામ રહે છે.
ગ્રામજનો શું કહે છે
ગામના આગેવાન પરથીભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી 2 ઓકટોબર ના દિવસે પીપળી ગામની અંદર વિડિઓ કોન્ફરન્સ એની અમે ખુબજ ખુશીની લાગણી અનુભવી એ છીએ આજે અમારા ગામની અંદર સાફસફાઈ સારી છે સુંદર કામ કરેલું છે ખરેખર અમારું ગામ મોદી સાહેબે જે સિલેક્ટ કર્યું છે એટલે મને ખુબજ ખુશી ની લાગણી છે કે મોદી સાહેબ ક્યારે સંવાદ કરીએ તે અમને સુ કહેશે ખરેખર ગુજરાત પીપળી ગામ મોખર્યું છે