માનતા ફળતા મુંબઈના શ્રદ્ધાળુએ અંબાજી શક્તિપીઠમાં સોનાનું ઘર અર્પણ કર્યું

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત, અંબાજી તા. 31 – 51 શક્તિપીઠમાં પ્રધાન શક્તિપીઠ ગણાતી અંબાજીમાં અવારનવાર સોનાનું દાન આવતું હોય છે. ત્યારે મુંબઈના એક શ્રદ્ધાળુંએ માતાજીને સોનાનું ઘર અર્પણ કર્યું છે. મુંબઈના રહેવાસી ફાલ્ગુનીબેને અંબા માતાને સોનાનું ઘર અર્પણ કર્યું છે. તેમણે માનતા રાખી હતી અને તે માનતા પૂરી કરવા માટે તેઓ અંબાજી માતાને સોનાનું ઘર અર્પણ કરવા માટે પહોંચ્યા હતા.

 માનતા પૂરી થતા ફાલ્ગુનીબેન માતાજીને સોનાનું ઘર અર્પણ કરવા આવ્યા હતા અને તેમણે દરેક વ્યક્તિની મનોકામના માતાજી પૂરી કરે તેવી પ્રાર્થના પણ કરી હતી.

ફાલ્ગુનીબેને માતાજીને સોનાનું નાનકડું ઘર અર્પણ કર્યું છે. અંદાજે 1 લાખ રૂપિયાની કિંમતનું સોનાનું ઘર હોય તેવું લાગી રહ્યું છે. ફાલ્ગુનીબેન જણાવે છે કે, તેમણે મુંબઈમાં પોતાનું ઘર થવાની માનતા રાખી હતી. ત્યારે તેમને 2 બીએચકે ઘર થઈ ગયું હતું અને ત્યારે તેમની માનતા પૂરી થઈ હતી.

માનતા પૂરી થતા ફાલ્ગુનીબેન માતાજીને સોનાનું ઘર અર્પણ કરવા આવ્યા હતા અને તેમણે દરેક વ્યક્તિની મનોકામના માતાજી પૂરી કરે તેવી પ્રાર્થના પણ કરી હતી.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.