ગરવીતાકાત,કડી(તારીખ:૧૧)

કડી તાલુકાના માથાસુર ગામમાં સિદ્ધપુર સ્થિત ડેન્ટલ કોલેજના સહયોગ થી ગુરુવાર ના રોજ દંત ચિકિત્સક કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ દંત ચિકિત્સક કેમ્પમાં ડૉ. ધર્મેન્દ્ર શાહ, ડૉ. નિસર્ગ ચૌધરી, મૌલિકભાઈ, બિલાલભાઈ તથા તેમની સમગ્ર ટીમે ગામમાં ખુબજ સારી કામગીરી કરી માનવ સેવા એ જ પ્રભુસેવાના સૂત્રને સાર્થક કર્યું હતું. દંત ચિકિત્સક કેમ્પનો ગામના મોટાભાગના લોકોએ લાભ લીધો હતો. માથાસુર ગામના મહિલા સરપંચ પલ્લવીબેન મકવાણા દ્વારા કેમ્પમાં હાજર તમામ સ્ટાફ નો સેવાકીય પ્રવુતિ બદલ આભાર પ્રગટ કર્યો હતો.