ઇડર ગઢની તળેટીમાં મહાકાળી મંદિરની બાજુમાં નીચેના ભાગે કુદરતી વહેતા ઝળણાના પાણીમાં મૃત હાલતમાં દીપડો જોવા મળતા ઇડર વન વિભાગ ગટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી……

ગરવીતાકાત,ઇડર: ઇડર ગઢની તળેટીમાં આવેલ મહાકાળી મંદિરની બાજુમાં નીચે કુદરતી વહેતા ઝરણાનું પાણી નિત્ય ક્રમ પ્રમાણે મંદિરના સેવા પૂજા કરતા પૂજારી નીચે વહેતા ઝરણામાં પાણી ભરવા જતા એકાએક મૃત હાલતમાં દીપડો જોવા મળતા ઇડર વન વિભાગને જાણ કરતા ઇડર વન વિભાગ અને મિશન ગ્રીન ટિમ ગટના સ્થળે પહોંચી મૃત દીપડાને વેટેનરી ડોકટર દ્વારા પી એમ કરી અગ્નિ સંસ્કાર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી.

તસ્વીર અહેવાલ પ્રફૂલ બારોટ સાબરકાંઠા,ઇડર 

Contribute Your Support by Sharing this News: